જુવાર આલુ ટિક્કી રેસીપી, બાળકો માટે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો !

Oct 01, 2025, 03:55 PM

જુવાર સૌથી શક્તિશાળી ધાન્ય માનવામાં આવે છે તે મિલેટ છે, જયારે બટાકા બાળકોના પ્રિય હોય છે, જો બાળકો જુવાર ન ખાતા હોય તો બન્નેને મિક્ષ કરીને જુવાર બટાકા ટિક્કી તમે નાસ્તામાં બનાવી શકો છો.

જુવારના લોટથી બનેલા આ સ્વાદિષ્ટ સ્પેશિયલ જુવાર આલુ ટિક્કી અજમાવો. તમે આને હેલ્ધી વર્ઝન માટે એર ફ્રાય અથવા શેલો ફ્રાય પણ કરી શકો છો.

જુવાર આલુ ટિક્કી સામગ્રી

1 કપ છીણેલું બટેટા, 1/4 કપ સાબુદાણા, 1/2 કપ જુવારનો લોટ, 2 સમારેલા લીલા મરચાં, 1/2 ચમચી છીણેલું આદુ, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર મુજબ પાણી, થોડી કોથમીર, જરૂર મુજબ તેલ

જુવાર આલુ ટિક્કી રેસીપી

સૌ પ્રથમ એક બાઉલમાં છીણેલું બટેટા, સાબુદાણાનો લોટ, જુવારનો લોટ ઉમરો.

જુવાર આલુ ટિક્કી રેસીપી

લીલા મરચાં, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું, પાણી અને કોથમીર ઉમેરો, હવે બધું સારી રીતે મિક્ષ કરો.

જુવાર આલુ ટિક્કી રેસીપી

બધું સારી રીતે મિક્સ કરો અને મિશ્રણ જેવો લોટ બનાવો, હવે હાથમાં તેલ લગાવી તેના ગોળા બનાવો.

જુવાર આલુ ટિક્કી રેસીપી

હવે પેન ગરમ કરો અને એમાં સહેજ તેલ ગરમ કરો, અને હવે ટિક્કી બનાવો.

જુવાર આલુ ટિક્કી રેસીપી

હવે બધી ટિક્કીને ધીમા તાપે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો, હવે ગરમ ગરમાગરમ સર્વ કરો.