Nov 10, 2025
1/4 કપ છીણેલું ગાજર 1/4 કપ, 1/4 કપ છીણેલું બીટરૂટ, 1 મધ્યમ કદની ડુંગળી, 1/4 કપ તાજી કોથમીર, 1/2 કપ છીણેલું પનીર
1/2 ચમચી અજમો, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી હિંગ, મીઠું સ્વાદ અનુસાર, 2 ચમચી બેસન, 1 કપ જુવાર નો લોટ, પાણી જરૂર મુજબ, શેકવા માટે ઘી
એક મિક્સિંગ બાઉલમાં, 1/4 કપ છીણેલું ગાજર 1/4 કપ બીટરૂટ, 1 મધ્યમ કદની સમારેલી ડુંગળી, 1/4 કપ સમારેલી કોથમીર અને 1/2 કપ છીણેલું પનીર લો.
પછી તેમાં 1/2 ચમચી અજમો, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી હિંગ, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં 2 ચમચી બેસન અને 1 કપ જુવાર નો લોટ ઉમેરો, લોટને શાકભાજીના મિશ્રણમાં ભેળવીને, ધીમે ધીમે પાણી ઉમેરીને નરમ લોટ બાંધો.
એક પેન ગરમ કરો, મધ્યમ આંચ પર થોડું ઘી લગાવો અને હાથની મદદથી પરોઠાનું મિશ્રણ તવા પર ફેલાવો. પરોઠાને બંને બાજુ શેકાય એટલે તેને દહીં, ચટણી અથવા અથાણાં સાથે ગરમાગરમ સર્વ કરો.