Jowar Palak Dhokla Recipe | ઓછી મહેનતમાં બનાવો જુવાર પાલક ઢોકળા

Sep 24, 2024, 04:30 PM

સામગ્રી

1 કપ જુવારનો લોટ, 3 ચમચી સોજી, 3 ચમચી દહી, 1/2 કપ પાણી, 1 કપ જીણું સમારેલ પાલક, 1 ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ, ધાણાજીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, સહેજ ખાંડ (વૈકલ્પિક), 1 ચમચી તેલ વઘાર માટે, થોડો ઇનો, 1.5 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1/2 ચમચી આખું જીરું, 1/2 ચમચી તલ, મીઠા લીમડાના પાન

જુવાર પાલક ઢોકળા રેસીપી

સૌ પ્રથમ એક મોટા વાસણમાં જુવારનો લોટ, સોજી, દહીં, પાણી, લીલા મરચા અને આદુની પેસ્ટ, ધાણા જીરું પાઉડર,ઝીણી સમારેલ પાલક અને સ્વાદ અનુસાર મીઠું નાખો.

જુવાર પાલક ઢોકળા રેસીપી

હવે એમાં હળદર પાવડર, સહેજ ખાંડ, થોડું તેલ અને પાણી ઉમેરો. ત્યારબાદ આથો માટે ઇનો અથવા ખાવાનો સોડા નાખો.

જુવાર પાલક ઢોકળા રેસીપી

બધું બરોબર મિક્ષ કરો અને એમાં જરૂર મુજબ પાણી ઉમેરો, અને થોડી વાર માટે રેસ્ટ આપો. પછી સ્ટીમરમાં બેટર રેડીને 25 થી 30 મિનિટ માટે સ્ટીમ કરો.

જુવાર પાલક ઢોકળા રેસીપી

ઢોકળા સારી રીતે સ્ટીમ થઇ જાય એટલે બહાર કાઢીને થોડી વાર માટે ઠંડા થવા દો.

જુવાર પાલક ઢોકળા રેસીપી

તેલ ગરમ કરો અને વઘાર મુકો, એમાં રાઈ, જીરું નાખો બન્ને તતડે એટલે એમાં હિંગ, તલ, મીઠો લીમડો નાખીને વઘાર તૈયાર કરો, હવે તેના ઢોકળા પર રેડીને ઢોકળાને ચોરસ કટ કરીને ચટણી સાથે સર્વ કરો.

Viral Liquid Paratha Recipe : વાયરલ લીકવીડ પરાઠા સરળ રેસીપી