Jowar Pulao Recipe। હેલ્ધી અને પૌષ્ટિક જુવાર પુલાવ, આ રીતે બનાવો, વજન ઘટશે

Jun 16, 2025, 03:43 PM

જુવારએ બાજરીની જેમ મિલેટ અનાજ છે, ઘા લોકો તેની રોટલી બનાવે છે, જુવાર ગ્લેટન ફ્રી હોવાથી તે વેઇટ લોસમાં પણ ઉપયોગી છે, અહીં યુનિક જુવાર પુલાવ રેસીપી શેર કરી છે,

જુવાર પુલાવ રેસીપી

1 કપ જુવાર, 1/2 ચમચી હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, 1/2 કપ પનીર, 5-6 કાજુના ટુકડા, 1 ચમચી જીરું

જુવાર પુલાવ રેસીપી

1 મધ્યમ કદની સમારેલી ડુંગળી, 1 ચમચી બારીક સમારેલી લીલી મરચી, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, પસંદગીના શાકભાજી, જરૂર મુજબ તેલ

જુવાર પુલાવ રેસીપી

1 કપ આખા જુવારને રાતભર અથવા 24 કલાક પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે પ્રેશર કુકરમાં થોડું હળદર પાવડર અને મીઠું ઉમેરીને પ્રેશર કુકરમાં મૂકો.

જુવાર પુલાવ રેસીપી

તેને 7-8 સીટી સુધી કુક કરો, કઢાઈમાં પનીરના ટુકડા અને કાજુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને બાજુ પર રાખો.

જુવાર પુલાવ રેસીપી

તે જ કઢાઈમાં 1 ચમચી જીરું, 1 મધ્યમ કદની સમારેલી ડુંગળી, 1 ચમચી બારીક સમારેલી લીલી મરચી ઉમેરો.

જુવાર પુલાવ રેસીપી

હવે બધું સારી રીતે સાંતળો અને 1 ચમચી આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને થોડી વાર કુક કરો. તમારી પસંદગીના શાકભાજી ઉમેરો. જેમ કે ગાજર, લીલા વટાણા અને ટામેટા

જુવાર પુલાવ રેસીપી

હળદર, લાલ મરચાં પાવડર, બિરયાની મસાલો, ગરમ મસાલો અને થોડું મીઠું ઉમેરો. રાંધેલા જુવાર, તળેલા પનીર અને કાજુ ઉમેરો.

જુવાર પુલાવ રેસીપી

બધું મિક્સ કરો અને 3 મિનિટ માટે ઢાંકી દો, છેલ્લે, થોડી તાજી કોથમીરથી સજાવો અને ગરમ ગરમ સર્વ કરો.

માત્ર 15 મિનિટમાં ઘઉંના લોટમાંથી બનાવો ટેસ્ટી ઢોસા