સિદ-કિયારાના લગ્નમાં જુહી ચાવલાએ કર્યો 'દેશી નાસ્તો'

Feb 08, 2023

shivani chauhan

સારો ખોરાક સારા મૂડની બરાબર છે, ખાસ કરીને જો તે હેલ્થી નાસ્તો હોય તો દિવસની શરૂઆત સારી રીતેજ થાય. જુહી ચાવલાએ જેસલમેરમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં હેલ્થી મિલનો આનંદ માણ્યો હતો.

અભિનેત્રી જુહી ચાવલએ જૂના પરંપરાગત નાસ્તાનો સ્વાદ માણતી તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી હતી.

અભિનેત્રીએ કેપ્શન આપ્યું હતું કે, મારો દેશી નાસ્તો- અથાણું, ગોળ અને દહીં જે કાગળના સ્ટ્રો અને  મેરીગોલ્ડના ફૂલ સાથે કંસા અને માટીના વાસણમાં પીરસ્યું હતું. અને લખ્યું હતું કે," મને મારુ ઇન્ડિયન ટ્રેડિશન ગમે છે".

ભોજન પીરસવા માટે પરંપરાગત કાંસાની વાનગીઓ અને માટીના વાસણોનો ઉપયોગ કરવાને કારણે થાળી માત્ર આકર્ષક લાગતી ન હતી પરંતુ પરંપરાગત પણ હતી.

અભિનેત્રીએ નાસ્તમાં, જેમાં ગોળ, દહીં અને અથાણાંના સાથે પરાઠાનો સમાવેશ થાય છે, જે એક હેલ્થી નાસ્તો છે.

સવારનો નાસ્તો, દિવસની શરૂઆતમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તે માત્ર શરીરને સંતૃપ્ત કરતું નથી, પરંતુ મૂડને સુધારવામાં અને સુસ્તી અને ક્રોનિક રોગોને રોકવામાં પણ મદદ કરે છે.

એક્સપેર્ટે જણાવ્યું હતું કે, "સવારનો નાસ્તો પોષક તત્વોથી ભરપૂર ભોજન લાંબા ઉપવાસ પછી તમારા શરીરને પોષણ આપે છે,આ સાથે તમને લાંબા સમય સુધી તૃપ્ત રાખે છે. આ અસર ડાયેટરી ફાઇબરની હાજરીને કારણે છે, જે તમારા આંતરડામાંથી પચ્યા વિના પસાર થાય છે."

બ્રોન્ઝ સર્વિંગ ડીશમાં ખોરાક રાખવાના ફાયદા શું છે?   આયુર્વેદિક પ્રેક્ટિશનર ડૉ. દિક્ષા ભાવસાર સાવલિયાના જણાવ્યા અનુસાર, દરરોજ કાંસાના વાસણોમાં ખોરાક ખાવા અને પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પીરસવામાં આવતા ખોરાકને શુદ્ધ કરવા માટે જાણીતું છે. "કાંસ એ ગરમીનું સારું વાહક છે અને તે ગરમીને સારી રીતે જાળવી રાખે છે, જેનાથી ખોરાકને વધુ ગરમ રાખે છે અને તેની સામગ્રીને લાંબા સમય સુધી વધુ સમૃદ્ધ રાખે છે."

ડૉ. ડિક્સાએ indianexpress.com ને જણાવ્યું હતું કે, "કાંસુએ  ખાટા અથવા એસિડિક ખોરાક સાથે પ્રતિક્રિયા ન કરવા માટે જાણીતી છે. "તે એક આલ્કલાઇન ધાતુ હોવાથી, તે રક્ત શુદ્ધિકરણમાં પણ મદદ કરે છે."