સામાન્ય લોકો ચોખાના લોટનું ખીચું ખાતા હોય છે. અત્યારે માર્કેટમાં પણ લારીઓ ઉપર ચોખાના લોટનું ખીચું મળતું હોય છે.
પરંતુ આ ઉનાળામાં તમે ચોખાના લોટના બદલે જુવારના લોટનું ખીચું ટ્રાય કરી શકો છો. જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
જુવારના લોટનું ખીચું બનાવવું એકદમ સરળ છે અને થોડી વસ્તુઓમાં જ બની જાય છે. ચાલો જાણીએ રેસીપી
બે વ્યક્તિઓ માટે જુવાલના લોટનું ખીચું બનાવવા માટે સામગ્રીમાં 2 કપ જુવારનો લોટ, 2 કપ પાણી, 1/4 ચમચી હળદર
1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી તેલ, 1/2 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, સજાવટ માટે લાલ મરચું પાવડર, મગફળીનું તેલ અવશ્ય ઉમેરવું
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખીને 1 મિનિટ સુધી ચઢવા દો.
બાદમાં પાણી, હળદર મીઠું, લીલા મરચાંની પેસ્ટ અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ ઉકળવા દો.
બાદમાં તેમાં જુવારનો લોટ નાખીને ધીમી આંચ પર રોલિંગ પીન વડે બરાબર મિક્ષ કરી લો. અને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દો.
લોટ એકદમ ચડી જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢો અને તેના ઉપર લાલ મરચું અને થોડું તેલ નાંખીને મજા મ્હાણો.