કાચી કેરીનું ચટાકેદાર શાક ઘરે બનાવો, એકદમ સ્વાદીષ્ટ લાગશે

Mar 27, 2025, 06:00 PM

ઉનાળાની સિઝન શરુ થઇ ગઇ છે અને માર્કેટમાં કેરીઓ જોવા મળે છે. કેરીઓમાંથી ઘણી વાનગીઓ બનાવી શકો છો.

અમે તમને કાચી કેરીનું શાક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. જે તમને એકદમ ચટાકેદાર, ખાટું મીઠું અને ટેસ્ટી લાગશે.

કાચી કેરીનું શાક બનાવવાની સામગ્રી

કાચી કેરી, ગોળ, લાલ મરચું, જીરુ, મેથી ના દાણા, વરીયાળી, તમાલ પત્ર, ધાણા જીરુ, હિંગ, હળદર, મીઠું, તેલ, પાણી.

કાચી કેરીનું શાક બનાવવાની રીત

કાચી કેરીને ધોઈને સાફ કરી લો. ત્યારબાદ તેની છાલ કાઢીને મીડિયમ સાઈઝના ટુકડાં કરી લો

એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા, જીરું, વરિયાળી લો અને 1 મિનિટ માટે શેકી લો.

આ પછી તેમાં સમારેલી કાચી કેરી, લાલ મરચું પાઉડર, મીઠું, મેથીના દાણા, ગોળ તેમજ થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો. પેન પર ઢાંકણ ઢાંકી દો અને કેરી ચડવા દો. આ દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ રાખવી.

ઢાંકણ ખોલીને ફરીથી એકવાર ચમચાથી મિક્સ કરી લો. જેથી મસાલા એકબીજા સાથે સરસ રીતે ભળી જાય.

આ રીતે તમારું ટેસ્ટી કાચી કેરીનું શાક તૈયાર થઇ જશે. આ શાકને ભાખરી, રોટલી, થેપલા કે પરાઠા સાથે સર્વ કરો.