કાચી કેરીનું શરબત ઘરે જ બનાવો, આખું વર્ષ કરી શકશો સ્ટોર

Mar 29, 2025, 08:39 PM

ઉનાળાની ગરમીની સિઝનમાં કાચી કેરીઓ ઘણી આવે છે. જેનું તમે શરબત બનાવી શકો છો.

આ શરબત તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. અમે તમને કાચી કેરીના શરબતની રેસીપી જણાવી રહ્યા છીએ.

કાચી કેરી શરબત સામગ્રી

કાચી કેરી, સંચળ પાઉડર, સેકેલા જીરાનો પાઉડર, મરીનો પાઉડર, ચાટ મસાલો, ખાંડ, લીલો ફુડ કલર, પાણી.

કાચી કેરી બનાવવાની રીત

સૌ પ્રથમ કાચી કેરીને ધોઇ અને તેની છાલ ઉતારીને નાના-નાના કટકા કરી લો.

કેરીના કટકા, ખાંડ અને પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી લો. આ બધું જ ક્રશ કર્યા બાદ તેને એક બાઉલમાં કાઢી લો

ત્યારબાદ તેમાં ચાટ મસાલો, સંચળ પાઉડર, સેકેલા જીરાનો પાઉડર અને મરીનો પાઉડર નાંખો અને સારી રીતે હલાવી લો.

આ પછી તેને ગળણી વળી ગાળી લો. કલર સારો આવે તે માટે તમે તેમા લીલો ફૂડ કલર નાખી શકો છો. આ રીતે તમારું કાચી કેરીનું શરબત તૈયાર થઇ જશે.

એકદમ હલાવીને ગ્લાસમાં સર્વ કરી શકો છો. કાચની બરણીમાં ભરી લો અને બહાર 6 મહીના સુધી અને ફ્રિજમાં 1 વર્ષ સુધી સાચવી શકાય છે.