Monsoon Special : બદલાતી સીઝનમાં શરદી અને ઉધરસ માટે રવિના ટંડનને શેર કરી ખાસ રેસીપી

Jun 24, 2024, 04:15 PM

ઉનાળો પૂરો થયો અને ચોમાસુ શરૂ થઇ ગયું છે, બદલાતી ઋતુના લીધે ઓછી ઇમ્યુનીટી ધરાવતા લોકોમાં શરદી અને ઉધરસ થવાની શક્યતાઓ વધારે હોય છે, ત્યારે રવિના ટંડનની કાઢા રેસીપી અજમાવી શકો છો

સામગ્રી

2 કપ પાણી, ચપટી અજમો, 3 લવિંગ, 4 કાળા મરી, 1 ટુકડો કાચી હળદર, 1 ટુકડો આદુ, 2 ચમચી ગોળ અને ચપટી ઘી

મેથડ

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 2 કપ પાણી ગરમ કરો, પાણીને વ્યવસ્થિત ઉકળવા દો.

કાઢા રેસીપી

ત્યારબાદ તેમાં ચપટી અજમો, 3 લવિંગ, 4 કાળા મરી, 1 ટુકડો કાચી હળદર, 1 ટુકડો આદુ, 2 ચમચી ગોળ અને 1 ચમચી ઘી નાખી થોડું ગરમ થવા દો.

સર્વિંગ

હવે એક કપમાં ગાળીને ગરમા ગરમ પીવો, આ કાઢા રેસીપી તમને બદલાતી સીઝનમાં શરદી અને ઉધરસમાં રાહત આપવામાં મદદ કરશે.

Pizza Paratha : સોનાક્ષી સિંહા કમ્ફર્ટ ફૂડ હેલ્ધી પિઝા પરાઠા, જાણો સરળ રેસીપી