Kadhi Pakoda Recipe : ડિનરમાં બનાવો ફેમસ પંજાબી સ્ટાઇલ કઢી પકોડા, જાણો સરળ રેસીપી

Jun 14, 2024, 01:01 PM

ગૃહિણીનો સામાન્ય અને દરરોજનો પ્રશ્ન છે કે, ''જમવામાં શું બનાવવું?'' ત્યારે તમારા માટે એક સરળ ફેમસ પંજાબી સ્ટાઇલ કઢી પકોડા રેસીપી શેર કરી છે,

સામગ્રી

1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં અથવા 1 કપ છાશ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 હળદર પાઉડર, 1/2 રાઈ, 1/2 મેથીના દાણા, 1 ચમચી હિંગ, 6-7 મીઠા લીમડાના પાન, ગરમ મસાલા, 1/2 જીરું, 2 સૂકું લાલ મરચું, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ અને જરૂર મુજબ પાણી

પકોડા બનાવવા માટે

1 કપ ચણાનો લોટમાં જરૂર મુજબ મીઠું અને પાણી નાખી બેટર રેડી કરો, કડાઈમાં તેલ ગરમ કરી પકોડા તૈયાર કરી લો.

કઢી રેસીપી

1 કપ ચણાનો લોટમાં 1 કપ દહીં ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી પાતળું બેટર રેડી કરો અને કડાઈ ગરમ કરી આ મિશ્રણને ઉકળવા દો, જેમાં મીઠું અને હળદર પાઉડર ઉમેરી 7-10 મિનિટ થવા દો.

કઢી રેસીપી

એક પેનમાં તેલ ગરમ કરો તેમાં 1/2 રાઈ આખી તતડવા દો, રાય તતડે એટલે એમાં 1/2 મેથીના દાણા, 1 ચમચી હિંગ, 6-7 મીઠા લીમડાના પાન, 1/2 જીરું, 2 સૂકું લાલ મરચું, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરો.

કઢી પકોડા રેસીપી

હવે તૈયાર વઘાર કઢીમાં નાખો અને તેમાં પકોડા પણ ઉમેરો, ધીમા તાપે 2 મિનિટ માટે પકોડા થોડા સોફ્ટ થઇ ત્યાં સુધી રાંધો.

સર્વિંગ

હવે તૈયાર કઢી પકોડાને ગેસ પરથી ઉતારી કોથમીરથી ગાર્નિશ કરી ચોમાસામાં ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.

Handvo Recipe : બાળકોના નાસ્તમાં બનાવો ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ હાંડવો, જાણો રેસીપી