Jul 21, 2025
રક્ષાબંધન નજીક આવી રહી છે ત્યારે બહેનો અને ભાઈઓ આ તહેવારની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ ખાસ દિવસ પર બહેનો ભાઈ માટે કંઈક મીઠાઈ બનાવીને મોઢું મીઠું કરતી હોય છે. ત્યારે રક્ષાબંધન પર કઈ મીઠાઈ બનાવવી એ પ્રશ્ન પણ રહેતો હોય છે.
આ રક્ષાબંધન પર ભાઈઓનું મોઢું મીઠુ કરવા માટે બહેનો કાજુ ચોકલેટ બરફી બનાવી શકે છે. આ ખાઈને ભાઈઓ ચોક્કસ ખુશ થશે.
500 ગ્રામ કાજુ, 800 ગ્રામ વાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ, ડ્રાયફ્રૂટ્સ (તમને જે પસંદ હોય એ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો), ઘી, 300 ગ્રામ ખાંડ.મીલ્ક પાઉડર.
કઢાઈમાં 500 ગ્રામ કાજુ લઈને 2થી 3 મિનિટ સુધી હલાવીને શેકો. કાજુ ઠંડા થાય ત્યારે મીક્સરમાં લઈને ફાઈન પાઉડર તૈયાર કરો.
કઢાઈમાં 300 ગ્રામ ખાંડ લઈને 150 ml પાણી ઉમેરીને ગરમ કરીશું. હલાવતા રહીને બે તારની ચાસણી તૈયાર કરીશું.
ચાસણીમાં કાજુનો પાઉડર ઉમેરી હલાવીશું પછી એક ચમચી ઘી ઉમેરી થોડીવાર બાદ 50 ગ્રામ મીલ્ક પાઉડર ઉમેરી સારી રીતે હલાવીશું. અને એક મોલ્ડમાં કાઢીશું.
પેનમાં એક ચમચી ઘી લઈને તેમાં ઝીણા કાપેલા કાજુ અને બદામ સાંતળી લો. અને ઠંડા થવા માટે બાજુ પર રાખી દો.
પેનમાં 800 ગ્રામ વાઈટ ચોકલેટ કમ્પાઉન્ડને ઝીણી કતરણ કરીને ઓગાળવા મુકો. ચોકલેટ ઓગળી જાય ત્યારે રોસ્ટેડ ડ્રાયફ્રૂટ ઉમેરો અને સારી રીતે મીક્સ કરો.
ચોકલેટ ડ્રાયફ્રૂટ્સનું મીશ્રણ પહેલાથી તૈયાર કરેલા કાજુના પેસ્ટ ઉપર પાથરી દો. અને સેટ કરી ઠંડુ થવા દો. અને ત્યારબાદ ચપ્પા વડે મનગમતા આકારમાં કટ કરો.
આમ તૈયાર થઈ જશે તમારી કાજુ ચોકલેટ બરફી. રક્ષાબંધન પર આ બરફી ખાઈને ભાઈઓ ચોક્કસ બહેનોના વખાણ કરશે.