Nov 11, 2025
તમે શાકમાં કઇક નવીન ટ્રાય કરવા માંગો છો તો કાજુ ગાંઠિયાનું શાક બનાવી શકો છો.
અમે તમારા માટે ટેસ્ટી કાજુ ગાંઠિયા શાકની રેસીપી લઇને આવ્યા છીએ. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
કાજુ, ગાંઠિયા, ડુંગળી, ટામેટા, લસણ, આદુ, હિંગ, તેલ, જીરુ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, મીઠું, હળદર, લીલા ધાણા, લીલા મરચા, પાણી.
સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, લસણ અને આદુને સમારી લો. આ પછી એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી, જીરું, હિંગ, લીલા મરચા અને આદુની પેસ્ટ નાખીને કૂક કરો.
શાકમાં નાખવા કાઠિવાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા માટે એક ખાંડણીમાં લસણની કળી, મીઠું અને કાશ્મીરી લાલ મરચું પાઉડર એડ કરો. બધી વસ્તુને સારી રીતે ક્રશ કરીને એક બાઉલમાં લઇ લો.
આ પછી તેના ઉપર હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને પાણી એડ કરી બધા મસાલાને મિક્સ કરી લેવા.
આ પેસ્ટને કડાઇમાં બીજા મસાલા છે તેમાં એડ કરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી તેમાં ટામેટાની પેસ્ટ અને મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરો. પછી ઢાંકણ ઢાંકી ગ્રેવીમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી કૂર કરી લો.
બીજી તરફ કાજુના ટુકડા કરી લો અને તેને સારી રીતે ધોઇ લો. આ પછી તેને ગ્રેવીમાં એડ કરી દો અને સારી રીતે મિક્સ કરો. આ પછી 2 થી 3 મિનિટ તેને ચડવા દો. આ પછી પાણી નાખો અને સારી રીતે હલાવો.
છેલ્લા તેમાં ગાંઠિયા નાખો અને ઉપરથી લીલા ધાણા નાખો. થોડીવાર હલાવી ગેસ બંધ કરી અને તેને ઉતારી લો.
આ રીતે ટેસ્ટી કાજુ ગાંઠિયા શાક તૈયાર થઇ જશે. આ શાકને તમે પરાઠા, પુરી કે રોટલી સાથે ખાઇ શકો છો.