Kaju Gathiya Recipe : આ રીતે ઘરે બનાવો ફેમસ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક, લુપ્ત ઉઠાવો

May 20, 2024, 12:43 PM

કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની સામગ્રી

કાજુ, ગાંઠિયા, 1 ચમચી ફ્રેશ મલાઇ, 4 ચમચી તેલ, 1 ચમચી જીરૂં, હીંગ, અડધો કપ સમારેલી ડુંગળી, 7-8 લસણની કળીઓ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાઉડર

કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની સામગ્રી

આ સિવાય 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચણાનો લોટ, લીલા મરચાના ટુકડા, 1 ચમચી આદુની પેસ્ટ, અડધો કપ ટામેટાની પ્યુરી, કોથમીર, કસૂરી મેથી વગેરે સામગ્રી જોશે

કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દો. પછી તેમાં તમામ મસાલા ઉમરો. પછી તેમાં સમારેલી ડુંગળી નાંખીને સાંતળી લો

કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આ પછી તેમાં ટામેટાની પ્યુરી અને મીંઠુ ઉમેરીને 3 મિનિટ પકાવી લો. હવે તે ગ્રેવીમાં કાજુ અને ગાંઠિયા ઉમેરી લો ધીમા આંચ પર પકવી લો

કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની રીત

જ્યાં સુધી તેલ અલગ તરી ના આવે ત્યાં સુધી શાકને પકવી લો. પછી તેને ઉપરથી કોથમીર અને કાજુ નાંખીને ગાર્નિશ કરી લો

કાજુ ગાંઠિયાનું શાક તૈયાર

ટેસ્ટી અને લાજવાબ કાજુ ગાંઠિયાના શાકની મજા તમે નાન કે પરોઠા સાથે માણી શકો છો. તેની સાથે આ શાકનો ટેસ્ટ બમણો લાગશે

Dhokli Recipe : કાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળીનું શાક ઘરે બનાવો,