મીઠાઇવાળાના દુકાન જેવી કાજુ કતરી ઘરે બનાવો, ટેસ્ટી લાગશે

May 17, 2025, 07:52 PM

કાજુ કતરી

કાજુ કતરી એક ટેસ્ટી અને બધાની ફેવરિટ મીઠાઇ છે. આ મીઠાઇ મોટાભાગના લોકોને ભાવે છે.

કાજુ કતરી રેસીપી

જોકે તે વધારે મોંઘી હોય છે પણ તમે ઘરે બનાવો તે બહાર કરતા સસ્તી પડે છે. અહીં કાજુ કતરી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

કાજુ કતરી સામગ્રી

કાજુ, ખાંડ, પાણી, ઘી, એલચી પાવડર, સિલ્વર વર્ક (વૈકલ્પિક)

કાજુ કતરી બનાવનાવી રીત

સૌ પ્રથમ કાજુને સારી રીતે ધોઈને સૂકવી લો. આ પછી તેને મિક્સરમાં નાખીને થોડા બરછટ પીસી લો, ધ્યાન રાખો કે પેસ્ટ બહુ ઝીણી ન હોય.

ચાસણી બનાવો

એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપ પર ગરમ કરો. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય, પછી મિશ્રણને ઉકળવા દો. જ્યારે ઉકળ્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ અને ચીકણું થવા લાગે ત્યાં સુધી પકાવો.

કાજુની પેસ્ટ મિક્સ કરો

આ પછી તેમાં કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને થોડી મિનિટો સુધી રાંધો જ્યાં સુધી કાજુની પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ ના થઇ જાય.

એલચી પાવડર ઉમેરો

આ પછી તેમાં એલચી પાવડર ઉમેરો અને સારી તેને ચમચાથી સતત હલાવો. મિશ્રણ જ્યાં સુધી ઘટ્ટ થઈ જાય અને એક મોટા ગઠ્ઠા જેવુ થવા લાગે ત્યાં સુધી પકાવો.

ઠંડુ થવા દો

ગેસને બંધ કરી દો અને થોડીવાર માટે ઠંડુ થવા દો. એક થાળીની પાછળની બાજુ ઘી લગાવીને ચીકણી કરો. ઘી લગાવેલી સપાટી પર તૈયાર કરેલું મિશ્રણ નાખો.

સિલ્વર વર્ક લગાવો

જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેને મનપસંદ આકારમાં કાપી લો. કાજુ કતરી પર સિલ્વર વર્ક લગાવીને સજાવો, તેનાથી તેનો લુક વધુ ખાસ બનશે.