ચોમાસાની સિઝનમાં શાકભાજી ઘણા ઓછા મળે છે. આ દરમિયાન તમે કાજુ લસણનું શાક બનાવી શકો છો.
કાજુ લસણ બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. જે એકદમ ટેસ્ટી બનાવશે.
કાજુ, લસણ ની કળી, લીલું લસણ, લીલી ડુંગળી, તેલ, સફેદ તલ, તજ, લવિંગ, મરી, ધાણા, જીરું, સૂકા લાલ મરચા, તમાલપત્ર, ટામેટાં, ફાડા કાજુ, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ક્રીમ, કોથમીર
એક પેનમાં ચમચી તેલ લઈ તેમાં બધા ખડા મસાલા તજ, લવિંગ, મરી, ધાણા, જીરું, સૂકા લાલ મરચા, તમાલપત્ર નાખી તલ અને કાજુ નાખી શેકી લેવા.
આ પછી તેમાં લીલી ડુંગળી અને લીલા લસણ નાખવા. થોડીવાર શેકાય એટલે ટામેટા નાખી મીઠું નાખી કુક કરવું.
બીજી તરફ એક ચમચી તેલ લઈ તેમાં આખા કાજુ અને લસણની કળીઓને શેકવી. મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેસ્ટ કરી લેવી.
પેનમાં એક તેલ લઇ તેમાં મરચું, ધાણાજીરુ, ગરમ મસાલો નાખી રેડી કરેલી પેસ્ટ નાખવી. સ્વાદમુજબ મીઠુ ઉમેરી થોડીવાર કુક કરવું.
ત્યારબાદ તેમાં શેકેલા કાજુ અને લસણ મિક્સ કરી દેવા. ત્યારબાદ તેમાં ક્રીમ ઉમેરી દેવું. કોથમીર નાખી ગેસ બંધ કરો.
આ રીતે તમારું કાજુ લસણનું ટેસ્ટી શાક તૈયાર છે. રોટલી, પરાઠા કે રોટલા સાથે ગરમા ગરમ સર્વ કરો.