કાકડી - 3 મધ્યમ કદના (છાલ કાઢીને નાના ટુકડામાં કાપેલા), 2 ચમચી તેલ, રાઈ 1/2 ચમચી, 1 ચપટી હિંગ, 2 (બારીક સમારેલા) લીલા મરચાં,
1/2 છીણેલું આદુ, 1/4 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી આમચૂળ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું
કાકડીને ધોઈને છોલી લો અને તેના નાના ટુકડા કરી લો. જો તમે ઈચ્છો તો બીજ કાઢી શકો છો, એક કડાઈમાં તેલ ગરમ કરો
તેલ ગરમ થાય ત્યારે ગેસ ધીમો કરો, રાઈ ઉમેરો. રાઈના દાણા તતડે ત્યારે હિંગ, લીલા મરચાં અને આદુ ઉમેરો. થોડી સેકન્ડ માટે સાંતળો.
હવે હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર ઉમેરો અને મસાલાને 10 સેકન્ડ માટે સાંતળો. હવે સમારેલી કાકડી ઉમેરો, મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
કાકડી થોડી નરમ થાય ન થાય ત્યાં સુધી ધીમા તાપ પર કુક થવા દો અને આમચૂળ પાઉડર ઉમેરો અને થોડી વાર માટે કુક કરો અને ગરમ ગરમ સર્વ કરો.