કાળા ચણા પ્રોટીન અને ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે તેમાં અન્ય મિનરલ્સ અને વિટામિન્સ પણ હોય છે. કાળા ચણા મસલ્સ બિલ્ડીંગમાં પણ અસરકારક સાબીત થઇ શકે છે.
અહીં સરળ, ટેસ્ટી કાળા ચણાની રેસીપી કરી છે. જે 5-7 મિનિટમાં બની જાય છે અને તમારો ટાઈમ પણ બચી જાય છે. જાણો રેસીપી
1 બાઉલ બાફેલા કાળા ચણા, 1/2 જીરું, ચપટી હિંગ, સંચળ પાઉડર, 1 લીલું મરચું, ચપટી હળદર, ધાણા જીરું પાઉડર, ચપટી ચણાનો લોટ(ઓપ્શનલ) અને લીંબુનો રસ ગાર્નિશિંગ માટે કોથમીર
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં જીરું નાખો, જીરું તતડે એટલે હિંગ એડ કરો, ત્યારબાદ તેમાં 1 લીલું મરચું, ચપટી હળદર અને ધાણા જીરું પાઉડર ઉમેરો તમે ઈચ્છો તો થોડો ચણાનો લોટ પણ એડ કરી શકો છો.
પ્રોપર વઘાર થઇ જાય અને મસાલા કુક થઇ જાય એટલે તેમાં બોઈલ કરેલ ચણા ઉમેરો. તેમાં ચંચળ પાઉડર અને લીંબુનો રસ નાખો.
તૈયાર ચણાને બરોબર મિક્ષ કરી ને તેમાં ચંચળ પાઉડર અને લીંબુનો રસ નાખો અને કોથમિરથી ગાર્નિસ કરી સર્વ કરો.