કાળઝાળ ગરમીમાં ઠંડકનો ડબલ ડોઝ આપશે આ જોરદાર ડ્રિંક્સ

Apr 23, 2025, 11:52 AM

કાલાખટ્ટા શરબત

ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો વિવિધ પીણા પીતા હોય છે.

કાલાખટ્ટા શરબત

ઉનાળાના આવતા ફળોમાંથી બનેલા શરબત ગરમીમાં ઠંડક આપે છે અને લૂથી બચાવે છે.

કાલાખટ્ટા શરબત

ત્યારે આવું જ એક શરબત કાલા ખટ્ટા પણ છે. કાલા ખટ્ટા શરબત બાળકોને ખુબ જ પ્રીય છે.

કાલાખટ્ટા શરબતની સામગ્રી

કાળી દ્રાક્ષ, દાડમ, આંમળા અથવા આંમળા પાઉડર, લિંબુ, સંચળ, આઈસ ક્યુબ, સોડા અથવા પાણી,

કાલાખટ્ટા શરબત બનાવવાની રીત

કાલાખટ્ટા શરબત બનાવવા માટે સૌથી પહેલા કાળી દ્રાક્ષને મીઠું નાંખીને દોઈ દો.

કાલાખટ્ટા શરબત બનાવવાની રીત

ત્યારબાદ એક મિક્ષર જારમાં દ્રાક્ષ, દાડમના દાણા, આંમળા નાંખીને ક્રશ કરી દો. (અહીં આંમળા ન હોય તો તેનો પાઉડરનો ઉપયોગ કરી શકો.)

કાલાખટ્ટા શરબત બનાવવાની રીત

હવે એક કાચના ગ્લાસમાં આ થોડી પ્યુરીનાંખો તેમાં અડધું લીંબુ નીચોવો.

કાલાખટ્ટા શરબત બનાવવાની રીત

ત્યારબાદ સંચળ નાખો, હવે આઈસ ક્યૂબ નાંખો ત્યારબાદ સોડા અથવા પાણી નાંખો

કાલાખટ્ટા શરબત બનાવવાની રીત

સારી રીતે હલાવો, આમ તૈયાર થઈ જશે તમારું ખાલાખટ્ટા શરબત