ચોમાસામાં કંકોડા ઘણા જોવા મળે છે અને ખાવાની પણ મજા આવે છે.
તમે પણ ટેસ્ટી કંકોડાનું શાક ઘરે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
કંકોડા, તેલ, હળદર પાઉડર, રાઇ, મરચું પાઉડર, ટામેટું, લીંબુ, અજમો, હીંગ, લસણ, ધાણાજીરું, મીઠું, ખાંડ અને ગરમ મસાલો, કોથમીર.
સૌ પ્રથમ કંકોડાને સારી રીતે પાણીથી ધોઇને સાફ કરી દો. હવે તેને ઉભા પીસ કરી સમારી લો.
હવે ગેસ ઉપર કડાઇમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો અને રાઇ તતડે એટલે અજમો, હિંગ અને ઝીણું સમારેલું લસણ ઉમેરી દો તેને બરાબર સાંતળી લો.
હવે તેમાં સમારેલા કંકોડા ઉમેરી મીઠું નાખી ઢાંકીને ચડવા દો. કડાઇ ઉપર થાળી ઢાંકી દો અને થાળીમાં થોડું પાણી નાખો જેથી કરીને તે પાણીનો પરસેવો શાકમાં પડે અને તે શાક ચડી જાય. શાકને આવી રીતે ચડવા દેશો તો શાકમાં મીઠાસ સારી આવશે.
કંકોડા બરાબર ચડી જાય એટલે હળદર, મરચું, ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં લીંબુ નો રસ અને ખાંડ ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી રહેવા દો.
આ રીતે ટેસ્ટી કંકોડાનું શાક તૈયાર થઇ જશે. તેને કોથમીરથી તેને ગાર્નીસ કરી સર્વ કરો. તે રોટલી, રોટલો કે પરોઠા સાથે ખાઇ શકો છો.