250 ગ્રામ કંટોલા, 2 ચમચી તેલ, ચપટી હિંગ,મીઠું સ્વાદ મુજબ, 1/2 હળદર પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, (1/2 ટીસ્પૂન આમચુર પાવડર - વૈકલ્પિક) અને સમારેલી કોથમીર
કંટોલાને સારી રીતે ધોઈને અડધા ભાગમાં કાપીને પછી ઉભા કટ ટુકડા કરો.એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરો, એક ચપટી હિંગ ઉમેરો.
ત્યારબાદ સમારેલા કંકોડા ઉમેરો, સ્વાદ મુજબ મીઠું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, ઢાંકણ ઢાંકીને 7-8 મિનિટ ધીમાં થી મધ્યમ તાપ પર પકાવો.
હવે સબ્જીમાં 1 ચમચી ધાણા પાવડર, લાલ મરચા પાવડર ઉમેરો, 1/2 ટીસ્પૂન આમચુર પાવડર ઉમેરો જે ઓપ્શનલ છે.
બધું બરાબર મિક્સ કરો, ઢાંકણ ઢાંકો અને બીજી 5 મિનિટ પકાવો, થોડી સમારેલી કોથમીર નાખીને ગેસ બંધ કરો અને તેને સર્વિંગ પ્લેટમાં લો અને રોટલી સાથે સ્વાદિષ્ટ કંટોલાની સબજીને પીરસો.