Jun 28, 2025
ચોમાસામાં ભજીયા ખાવાની મજાજ અલગ હોય છે. લોકો અલગ અલગ પ્રકારના ભજીયા ઘરે બનાવી ખાતા હોય છે
ચોમાસામાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે કારેલાના ભજીયા સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ આપે છે.
જેને કારેલા પસંદ ન હોય તેવા લોકો પણ કારેલાના ભજીયા પ્રેમથી ખાઈ જશે. કારેલા ભજીયાની એકદમ સરળ રેસીપી નોંધી લો
કારેલા, બેશન, દહીં, અજમો, ચીલી ફ્લેક્સ, જીરું, મરચું, હળદર, મીઠું, લીંબુ, કાળા મરી, લીંબુનો રસ, કસુરી મેથી, ચાટ મસાલા, તળવા માટે તેલ.
ચાર-પાંચ કારેલા લેવા તેને સારી રીતે ધોઈને, એક બાજુનો ભાગ કાપી તેના મોટા ચીરા બને એવી રીતે કાપી લેવા. જોકે, બધા ચીરા એક સાથે ચોંટેલા રહે એવી રીતે કાપવા.
કાપા પાડેલા કારેલાના અંદરથી બીજ કાઢીને બાઉલમાં પાણી, મીઠું અને લીંબ નાંખીની મીક્સ કરીને કારેલા અડધો કલાક માટે રાખો મુકો.
એક બાઉલમાં 1/4 કપ બેશન, બે મોટી ચમચી મકાઈનો લોટ, ચમચી મરચું, જીરું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ, ચીલી ફ્લેક્સ ઉમેરો.
ત્યારબાદ અજમો, કાળા મરી પાઉડર, કસુરી મેથી, દહીં, લીંબુનો રસ, ચાટ મસાલો ઉમેરીને થોડું થોડું પાણી નાંખી મીડિય ઘટ ખીરું બનાવવું.
કારેલાને કપડાથી સાફ કર્યા બાદ એક પછી એક તૈયાર કરેલા બેટરમાં રાખીને સારી રીતે કોટિંગ કરીને ગરમ તેલમાં તળવા.
ભજીયાનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ભજીયા તળવા. આમ તૈયાર થઈ જશે ક્રિસ્પી કારેલા ભજીયા.