ક્રિસ્પી કારેલા ચિપ્સ રેસીપી, ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો

Feb 18, 2025, 02:58 PM

કારેલા

કારેલા સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા દવા જેવું કામ કરે છે.

કારેલા ચિપ્સ રેસીપી

કારેલા એક એવી શાકભાજી છે જે મોટાભાગના ભાવતી નથી, કારેલાના કડવા સ્વાદને લીધે એ શાકભાજી ઓછી ખવાય છે, પરંતુ તે ખુબજ હેલ્ધી શાક છે, જો તમને કારેલાની સબ્જી કડવી લાગતી હોઈ તો તમે કારેલા ચિપ્સ બનાવી શકો છો અહીં જાણો રેસીપી

કારેલા ચિપ્સ રેસીપી સામગ્રી

250 ગ્રામ કારેલા , 1 ચમચી આમચૂળ પાઉડર, 1 ચમચી જીરા પાઉડર, 1/2 ચમચી હળદર પાઉડર, 1 ચમચી લાલ મરચું પાઉડર

કારેલા ચિપ્સ રેસીપી સામગ્રી

સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી ચોખાનો લોટ, જરૂર મુજબ તેલ

કારેલા ચિપ્સ રેસીપી

કારેલા ચિપ્સ બનાવવા માટે સૌ પ્રથમ બધા કારેલાને ગોળ કટ કરી લો, ત્યારબાદ મસાલો તૈયાર કરો.

કારેલા ચિપ્સ રેસીપી

મસાલા માટે એક એક વાસણમાં સ્વાદ મુજબ મીઠું, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, આમચૂળ પાઉડર, જીરા પાઉડર નાખો.

કારેલા ચિપ્સ રેસીપી

હવે એમાં બેસન, કોર્નફ્લોર, ચોખાનો લોટઅને કારેલા નાખો અને બધું બરોબર મિક્ષ કરો અને થોડી વાર માટે રેસ્ટ આપો અને તેલ ગરમ કરો.

કારેલા ચિપ્સ રેસીપી

તેલ ગરમ થઇ એટલે બધી કારેલા નાખીને બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

કારેલા ચિપ્સ રેસીપી

કારેલા ચિપ્સ તળાઈ જાય એટલે એક વાસણમાં કાઢીને ગરમ ગરમ ક્રિસ્પી ચિપ્સ ચા અથવા સોસ સાથે સર્વ કરો.

લીલા વટાણા પરાઠા રેસીપી, ઝટપટ બની જશે