7-8 સમારેલા કારેલા, સ્વાદ મુજબ મીઠું, મસાલો બનાવવા માટે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર, થોડું વાટેલું આદુ
1/2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી અજમો, 1/8 ચમચી હિંગ, 1 ચમચી વરિયાળી, 2 ચમચી વાટેલી સીંગ, 1 ચમચી ચણાનો લોટ, 2 ચમચી તેલ
કારેલાનું શાક બનાવવા માટે સૌપ્રથમ કારેલાના ઉપરના લેવલને છોલીને તેના લાંબા ટુકડા કરી લો, એક ચમચી મીઠું નાખીને અડધા કલાક માટે બાજુ પર રાખો.
ત્યારબાદ કારેલા નીચોવીને બધા મસાલા મિક્ષ કરીને મસાલાની બધી સામગ્રી મિક્સ કરો અને કારેલાની અંદર ભરો.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ભરેલા કારેલા નાખો. થોડીવાર માટે ઊંચી આંચ પર રાંધો. પછી કડાઈને ઢાંકીને ધીમા તાપે રહેવા દો.
જેથી કારેલા નરમ થઈ જાય અને ભરેલા શાકભાજી બરાબર કુક થઇ જાય. એટલે તમારા સ્વાદિષ્ટ કારેલાનું શાક તૈયાર છે.