Karela Sabji Recipe : સરળ ચટપટા કારેલા રેસીપી

Sep 23, 2024, 06:59 PM

વરસાદની સીઝનમાં કારેલા બજારમાં ખુબજ આવે છે, અહીં ટેસ્ટી અને સરળ ચટપટા કારેલા રેસીપી શેર કરી છે જે તમે ડિનરમાં બનાવી શકો છો.

સામગ્રી

કારેલા, મીઠું, હળદર પાવડર, પાણી, સરસવનું તેલ, કાપેલી ડુંગળી, 1 ચમચી મીઠું, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન જીરું પાઉડર, ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, કોથમીર

કારેલા રેસીપી

સૌ પ્રથમ કારેલાને સારી રીતે ધોઈ ગોળ સમારી લો. ત્યારબાદ એમાં મીઠું અને હળદર નાખીને બરાબર મિક્સને 30 મિનિટ માટે સાઈડમાં રાખો.

કારેલા રેસીપી

30 મિનિટ બાદ કારેલા ધોઈને ગાળી લો અને તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

કારેલા રેસીપી

હવે તળેલા કારેલાને મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, મિક્સ કરો અને ઢાંકીને 3-4 મિનિટ પકાવો.

કારેલા રેસીપી

હવે તૈયાર કારેલામાં આમચૂળ પાવડર ઉમેરો અને તાજી કોથમીર ઉમેરો તેને રોટલી અથવા પરાઠા સાથે મિક્સ કરો અને પીરસો.

Malai Pyaaz Sabji Recipe : લંચમાં બનાવો મલાઈ પ્યાઝ સબ્જી