Jul 04, 2025
આ એક સૌથી પ્રચલિત અને સરળ રેસીપી છે. કારેલા ના ગોળ ટુકડા કરી તેમાં ડુંગળી, ટામેટાં અને મસાલા ભેળવી ને બનાવવામાં આવે છે. તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરવાથી તેની કડવાશ ઓછી થાય છે અને સ્વાદ વધે છે.
આ વાનગી માં કારેલા ને વચ્ચે થી કાપી બીજ કાઢી તેમાં ચણા નો લોટ, મસાલા, ડુંગળી અને કોથમીર નું ભરી ને તેને તેલ માં શેકવામાં આવે છે અથવા બાફીને વઘારવામાં આવે છે.
કારેલા અને ડુંગળી ને પાતળા સમારી ને તેમાં લીંબુ નો રસ, મીઠું અને મસાલા ભેળવી ને બનાવવામાં આવે છે. આ રોટલી અથવા પરાઠા સાથે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ચોમાસા માં ભજીયા ખાવાની મજા આવે છે. કારેલા ના પાતળા ટુકડા ને બેસનના બેટરમાં બોળી ને તળવામાં આવે છે. તેની કડવાશ ઓછી કરવા માટે થોડો અજમો અને હિંગ ઉમેરી શકાય છે.
બાળકોને પણ ભાવે ભાવશે! કારેલા ના પાતળા ગોળ ટુકડા કરી ને તેને મીઠા વાળા પાણી માં પલાળી ને સૂકવી લો. ત્યારબાદ તેને તેલ માં તળી લો અથવા તો એર ફ્રાયર માં ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો.
આરોગ્ય માટે કારેલા નું જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. જો કે તે કડવું લાગે છે, પરંતુ તેમાં થોડું આદુ, લીંબુ અથવા આમળા નો રસ ઉમેરી ને તેની કડવાશ ઓછી કરી શકાય છે અને તેના ફાયદા મેળવી શકાય છે.
આ ખજૂર કેક ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે કારણ કે એમાં એ મેંદા અને ખાંડ વગર બનાવામાં આવી છે, જાણો ખજૂર કેક રેસીપી