ડુંગળી બટાકાનું શાક લગભગ દરેક ઘરમાં વારંવાર બનતું હોય છે. આ શાક બધાને પ્રિય હોય છે. પરંતુ હોટલમાં મળતા ડુંગળી બટાકાના શાક જેવો ટેસ્ટ ઘરે બનતા શાકમા આવતો નથી.
અહીં તમને હોટલ જેવું જ ટેસ્ટી કાઠિયાવાડી ડુંગળી બટાકાનું શાક ઘરે બનાવવાની સિક્રેટ રેસીપી જણાવીશું.
ડુંગળી, બટાકા, લસણની કળિયો, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું, પાણી, તેલ, પાંચ લવિંગ, બે બાજીયા, એક કોકમ,રાઈ, હિંગ,
ડુંગળી બટાકાની માટે ત્રણ નાના કદની ડુંગળી લો અને બે બટાકા લો. ડુંગળીને નાની સમારવી જ્યારે બટાકા ડુંગળી કરતા મોટી સાઈઝમાં કાપવા. કાપેલા ડુંગળી બટાકાને પાણી વડે બરાબર ધોઈને મુકી દો.
ત્યાર બાદ એક ખલમાં પાંચ છ લસણની કળિયો લો. તેમાં મરચું પાઉડર નાખી ચટણી બનાવી દો. આ ચટણીમાં ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાંખીને એક પેસ્ટ બનાલી લેવી.
હવે ગેસ સ્ટવ પર એક કુકરમાં તેલ લેવું અહીં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું. જેમાં લવિંગ, બાજીયા અને કોમકનો વઘાર કરો.
ત્યારબાદ રાઈ નાંખો, રાઈ સરખી ફૂટે ત્યારે એક ચમચી હિંગ નાંખો. અને તરત જ કાપેલા ડુંગળી બટાકા નાંખીને કુકરનું ઢાંકણું ઢાંકી જો. જેથી વઘારની સુવાસ અંદર જ રહે.
ઢાંકણી કાઢીને ચમચી વડે હલાવી દો અને ફૂલ ફ્લેમમાં ત્રણ ચાર મીનિટ સુધી પાકવા દો. ડુંગળી પારદર્શક થઈ જશે અને બટાક પણ તેલમાં સાંતળાશે.
હવે પહેલાથી બનાવેલી લસણ ચટણીની પેસ્ટ નાંખીને એક બે મીનિટ પાકવા દેવી. ત્યારબાદ શાકમાં જરૂર પ્રમાણે પાણી નાંખો અને કુકરનું ઢાંકણું બંધ કરી દો.
બે સીટી વાગે ત્યારે ઢાંકણું ખોલીને શાકને હલાવો. ચમચાની મદદથી બે ત્રણ બટાકાને ક્રશ કરી દો જેથી રસો ઘટ બને. હવે ઉપરથી લીલા ધાણા નાંખો.
અહીં બાજિયા, લવિંગ અને કોકમ તેમજ લસણની પેસ્ટ શાકના સ્વાદને વધારે છે.