ઉનાળામાં ગૃહિણીઓને દરરોજ શેનું શાક બનાવવું તે મૂંઝવણ હોય છે

May 24, 2024, 12:08 PM

આજે અમે કાઠિયાવાડી ફેમસ અને સ્વાદિષ્ટથી ભરપૂર એવું ગાંઠિયાના શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જણાવીશું

ગાંઠિયાનું શાક બનાવવાની સામગ્રી

ગાંઠિયાનું શાક તો ગરમાગરમ જ મજા આવે. ગાંઠિયાનું બનાવવા માટે તમારે 1/2 ચણાનો લોટ, ટમેટા, મરચું, ડુંગળી, કોથમીર, તેલ, મીઠું, લીમડો વગેરે જોશે

ગાંઠિયાનું શાક બનાવવાની રેસીપી

ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ તમે એક બાઉલમાં ચણાનો લોટ લો, તેમાં થોડી ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ ઉમેરો, પછી તેને થોડું પાણી નાંખીને મિડિયમ એવો લોટ બાંધી.

આ પછી તમે ટામેટા, ડુંગળી, લસણ અને મરચું સમારી તેનો તડકો મારી લો

આ સામગ્રી થોડી સોફ્ટ થઇ જાય પછી તેમાં લાલ મરચું, કસુરી મેથી નાંખો

આ પછી તેમાં ગાંઠિયાનું મશીન લો અને તેમાં લોટ નાંખો અને કઢાઇમાં ગાંઠિયા પાડી લો

આ શાકને થોડીવાર ધીમી આંચ પર ચડવા દો. થોડી ઘટ્ટ ગ્રેવી થઇ જાય ત્યાં સુધી ગેસ પર રાખો

10 મિનિટ પછી તેમાં ગાર્નિશ સમયે કોથમીર નાંખો. હવે તમારું ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર એવું કાઠિયાવાડી ગાંઠિયાનું શાક તૈયાર છે. ગાંઠિયાનું શાક તમે રોટલી કે મકાઇ, જવારના રોટલા ખાઇ શકો છો. આ સિવાય તમે કુલ્ચા કે નાન સાથે પણ આ શાકની મજા માણી શકો છો