1 કપ ચોખા, 1 વાટકી તુવેર દાળ, 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી ફોતરાં વાળી મગની દાળ, 1 વાટકી મગની મોગર દાળ, 1 વાટકી અડદની દાળ, 1 વાટકી સમારેલ કોબીજ, 3-4 સમારેલ રીંગણ, 1 નાની વાટકી વટાણા, 2-3 સમારેલ બટાકા, 2-3 સમારેલ ગાજર, 1 નાની વાટકી સમારેલ ફ્લાવર, 1 વાટકી સીંગદાણા, 1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી મીઠું
1 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, 2-3 સમારેલ લીલા મરચા, સમારેલ લીલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, સમારેલ ટામેટા, ચપટી હળદર પાઉડર.
સૌ પ્રથમ સામગ્રીમાં જણાવેલ બધીજ દાળ મિક્ષ કરો અને ચોખા પણ નાખો, ત્યારબાદ કટ કરેલ બધા શાકભાજી પણ મિક્ષ કરો.
હવે એમાં સીંગદાણા નાખો, પછી બધા મસાલા નાખો જેમાં હળદર પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખો.
હવે કુકરમાં થોડું તેલ અને જરૂર મુજબ પાણી મિક્ષ કરીને 2-3 સીટી થવા દો, થઇ જાય એટલે તેનો વઘાર કરો.
વઘારીયામાં તેલ ગરમ કરો એમાં રાઈ, જીરું, હિંગ નાખો, સમારેલ લીલા મરચા, સમારેલ લીલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, સમારેલ ટામેટા, ચપટી હળદર પાઉડર નાખીને એમાં બધી ખીચડી મિક્ષ કરો અને ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો.