કાઠીયાવાડી સ્ટાઈલમાં મેથીની કઢી બનાવવા ઈચ્છો છો તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે.
એક કપ ખાટું દહીં, બે મોટી ચમચી બેસન, આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ, હિંગ, હળદર, ધાણાજીરું, મેથી, ઘી, જીરું, સુકા લાલ મરચા, કસ્તુરી મેથી, પાણી
કાઠીયાવાડી સ્ટાઈલમાં મેથીની કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં દહીં લો.
આ દહીંમાં ચણાનો લોટ અને પાણી મિક્સ કરીને બ્લેન્ડર ફેરવી લો.
હવે આ મિશ્રણને ફાસ્ટ ગેસે ગરમ કરો. ખાસ ધ્યાન રાખો કે આ સમયે તમારે સતત હલાવતા રહેવાનું છે. તમે હલાવશો નહીં તો છાશ ફાટી જશે. આ કઢી ખાવાની મજા નહીં આવે.
એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ, આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળી લો.
ત્યારબાદ આમાં મેથી નાખો અને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે થવા દો. પછી આ મેથીને છાશમાં મિક્સ કરો. આમ કરવાથી સ્વાદમાં મસ્ત બનશે.
તમે ડાયરેક્ટ છાશમાં મેથી નાખશો તો સ્વાદ સારો નહીં આવે અને કડવાશ લાગશે. આ માટે શાક બનાવીને પછી મિક્સ કરો.
હવે આ કઢીને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દો. તમે આ કઢીમાં ઘીનો વઘાર પણ કરી શકો છો.
છેલ્લે કસૂરી મેથી એડ કરો અને 5 મિનિટ માટે ઉકળવા દો. કસૂર મેથી એડ કરવાથી સ્વાદ અને સુગંધ મસ્ત આવે છે.
તો તૈયાર છે કાઠીયાવાડી સ્ટાઈલમાં મેથીની કઢી. આ રીતે તમે કઢી બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે.