Nov 06, 2025

કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો રેસીપી, નાસ્તામાં ખાવાની મજા!

Shivani Chauhan

રોટલી વધે તો ફેંકી દેવાની જરૂર નથી, રાતની વધેલી રોટલી સવારે વધુ પૌષ્ટિક થઇ જાય છે, વધેલી રોટલીમાંથી તમે વઘારેલો રોટલો બનાવી શકો છો.

Source: social-media

વઘારેલો રોટલો તમે બાળકોના ટિફિનમાં પણ ભરી શકો છો આ ઉપરાંત નાસ્તમાં પણ ગરમ ગરમ ખાઈ શકો છો, અહીં જાણો થોડો મસાલેદાર, થોડો ક્રિસ્પી વઘારેલો રોટલો બનાવાની રીત

Source: social-media

વઘારેલો રોટલો રેસીપી સામગ્રી

3 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 10-12 મીઠા લીમડાના પાન, 1 ચમચી સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુની પેસ્ટ, 2 ચમચી લીલું લસણ

Source: social-media

વઘારેલો રોટલો રેસીપી સામગ્રી

1 કપ સમારેલી ડુંગળી, 1/4 કપ તલ, 1/2 કપ છાશ, જરૂર મુજબ પાણી, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી ખાંડ, 1 વધેલો બાજરીનો રોટલો, 1/4 કપ લીલું લસણ (સમારેલું), કોથમીર સજાવટ માટે

Source: social-media

વઘારેલો રોટલો રેસીપી

સૌ પ્રથમ મધ્યમ તાપ પર એક મોટા પેનમાં તેલ ગરમ કરો. રાઈ ઉમેરો અને તેને ફૂટવા દો, જીરું ઉમેરો અને તેને થોડી સેકંડ માટે ચડવા દો.

Source: social-media

વઘારેલો રોટલો રેસીપી

હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરો. એક મિનિટ માટે સાંતળો, વાટેલું લસણ ઉમેરો અને બીજી મિનિટ માટે સાંતળો.

Source: social-media

વઘારેલો રોટલો રેસીપી

સમારેલી ડુંગળી ઉમેરો અને નરમ અને પારદર્શક થાય ત્યાં સુધી કુક કરો, જરૂર મુજબ તલ, છાશ અને પાણી ઉમેરો, હળદર પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર અને લાલ મરચાં પાવડર ઉમેરો.

Source: social-media

વઘારેલો રોટલો રેસીપી

મીઠું અને ખાંડ ઉમેરો, પછી સારી રીતે મિક્સ કરો, બાજરાના રોટલાને નાના ટુકડાને પેનમાં ઉમેરો, ધીમે ધીમે મિક્સ કરો જેથી રોટલો ગ્રેવીને શોષી લે અને નરમ થઈ જાય.

Source: social-media

વઘારેલો રોટલો રેસીપી

સમારેલા લીલા લસણ અને કોથમીર ઉમેરો, ધીમા તાપે લગભગ 5 મિનિટ સુધી ઉકળવા દો અને ગરમા ગરમ સર્વ કરો.

Source: social-media

મગ ની દાળ અને સરગવાનો સૂપ રેસીપી

Source: social-media