Katrina Kaif Diet Plan : 41 વર્ષીય કેટરિના કૈફ હજુ પણ 25 ની દેખાય છે, જાણો એકટ્રેસનો સિક્રેટ ડાયટ પ્લાન

Jul 16, 2024, 01:06 PM

કેટરિના કૈફ બૉલીવુડની જાણીતી એકટ્રેસ છે, તે તેની એકટિંગ ઉપરાંત તેની ફેશન સેન્સ, ફિટનેસ અને તેની સુંદરતા માટે ઘણા ફેન ફોલોઇંગ ધરાવે છે.

આજે એકટ્રેસ તેનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. અહીં એકટ્રેસની સુંદરતાના સિક્રેટ શેર કર્યા છે, એકટ્રેસનો ડાયટ પ્લાન જાણો

કેટરિના કૈફના પતિ વિકી કૌશલએ ખુલાસો કર્યો કે કેટરીનાને નાસ્તામાં અલગ-અલગ ફૂડ ટ્રાય કરવું ગમે છે. તેને વાઈટ બટર અને પરાઠા ખાવા ખુબજ પસંદ છે.

પલાળેલી વરિયાળી સાથે કિસમિસ

કેટરિનાને પિત્ત છે. પિત્ત દોષ એટલે તેને એવા ખોરાકની જરૂર છે જે દોષને આલ્કલાઇન રાખીને સંતુલિત કરી શકે. આ માટે તે સવારે આઠ પલાળેલી કિસમિસ અને વરિયાળી સાથે ખાવાનું પસંદ કરે છે.

પલાળેલી વરિયાળી સાથે કિસમિસ

આખી રાત પલાળીને વરિયાળી સાથે કિસમિસ સવારે ખાવાથી વ્યક્તિના પાચન અને હાડકાના સ્વાસ્થ્યને ફાયદા થઇ શકે છે.

વેજીટેબલ જ્યુસ

દૂધીથી લઈને કાકડી સુધી, એકટ્રેસ તેના શરીરને ઠંડુ રાખવા માટે આ શાકભાજીના રસ પીવે છે. વ્યક્તિને હાઇડ્રેટેડ રાખવાથી લઈને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે, આ શાકભાજી કેલરી વિના પોષક તત્વોથી ભરપૂર હોય છે.

ખજૂર

એકટ્રેસને મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો ખજૂર ખાવાનું પસંદ કરે છે. ખજૂર ફાઈબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે અને બ્લડ સુગરના લેવલમાં તીવ્ર વધારો થતો નથી.

Cheese Paneer Uttapam Recipe : બ્રેકફાસ્ટમાં સરળ ચીઝ પનીર ઉત્તપમ, ખુબજ ટેસ્ટી બનશે