4 પાકેલા કેળા (છાલેલા અને છૂંદેલા) , 1 કપ બેસન (ચણાનો લોટ), 2 ચમચી ચોખાનો લોટ, 2 લીલા મરચાં (બારીક સમારેલા), 2 ચમચી સમારેલી કોથમીર, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જીરું, સ્વાદ અનુસાર મીઠું, તળવા માટે તેલ
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ નાખો, એમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર પાઉડર, હિંગ, ચોખાનો લોટ નાખો અને જરૂર મુજબ પાણી નાખીને બેટર તૈયાર કરો.
હવે પાકેલા કેળાને સ્મેશ કરી નાખો,એમાં કોથમીર, એક પેન માં વધારે કરવા માટે સહેજ તેલ નાખો, એમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચા, હળદર, લાલ મરચું પાવડર, જીરું ઉમેરો.
હવે એમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને સ્મેશ કરેલ કેળામાં મિક્ષ કરો. મિક્ષ થઇ જાય એટલે એના ગોળ વડા તૈયાર કરો.
હવે તેલ ગરમ કરો અને બધા વડા ચણાના લોટના બેટરમાં ડીપ કરીને તળી લો. અને ગરમ ગરમ કેળા વડા તૈયાર થઇ એટલે ચટણી સાથે સર્વ કરો.