Sep 18, 2025
વેફર બધા જ લોકોને પસંદ હોય છે. તે ઉપવાસમાં પણ ખાઇ શકાય છે.
નવરાત્રીના ઉપવાસમાં તમે ઘરે બનાવી શકો છો. અહીં કેળાની વેફર બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
કાચા કેળા, સિંધવ મીઠુ, તેલ, મરી પાઉડર, પાણી.
સૌ પ્રથમ કાચા કેળા કેળા લો. કેળાની છાલ ઉતારી લો. ચિપ્સ પાડવાના સ્લાઈસથી કેળાની પાતળી સ્લાઈસ કરો.
કેળાની સ્લાઈસ કર્યા પછી તેને પાણીમાં નાખો. જેથી તે કાળી ન પડી જાય.
તળવાની થાય એટલે કેળાની સ્લાઈસને પાણીમાંથી કાઢીને સ્વચ્છ ટોવેલથી ક્લિન કરી નાખો.
આ પછી ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેલ મધ્યમ ગરમ થાય ત્યારે કેળાની સ્લાઈસ નાખો અને મધ્યમ આંચ પર જ વેફર તળવા દો.
સારી રીતે તળાય જાય પછી કેળાની ચિપ્સને જારાથી બહાર કાઢી પેપર નેપકિન પર રાખો. આમ કરવાથી વધારાનું તેલ શોષાઈ જશે.
બધી જ વેફર તળાઈ જાય પછી છેલ્લે સિંધવ મીઠા અને કાળા મરીનો ભૂક્કો નાખી સારી રીતે મિક્સ કરી લો. આ પછી તેને એરટાઈટ ડબ્બામાં ભરી દો.
આ રીતે તમારી ક્રિસ્પી અને ક્રન્ચી હોમ મેડ કેળા વેફર તૈયાર થઇ જશે. તમે ઉપવાસમાં ખાઇ શકો છો.