નારિયેળ ચટણી ફ્રેશ નારિયેળ અને સુકા કોપરાની છીણ માંથી બને છે.
નારિયેળની ચટણી ઇડલી ઢોંસા અને પરાઠા જેવી વિવિધ વાનગીઓ સાથે ખાવામાં આવે છે.
તાજું નારિયેળ, જીરું, આદુ, મીઠું, રાઇ, 2 લીલા મરચા, કોથમીર, સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાન, ચણાની દાળ, હીંગ, તેલ
નારિયેળની ચટણી બનાવવા માટે બને ત્યાં સુધી ફ્રેશ નારિયેળનો ઉપયોગ કરવો જોઇએ.
ફ્રેશ નારિયેળ, 2 લીલા મરચા, કોથમીર, આદુ, જીરું અને મીઠું મિક્સર જારમાં પેસ્ટ બનાવો. પેસ્ટ જાડી હોય તો થોડુંક પાણી ઉમેરી શકાય છે.
હવે એક વઘારિયામાં તેલ ગરમ કરો, તેમા રાઇ, હિંગ, મીઠા લીમડા અને ચણાની દાળનો તડકો લગાવો.
આ તડકો નારિયેળ ચટણીમાં ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
નારિયેળ ચટણી ઘટ્ટ બનાવવા માટે મગફળી અને ભાત ઉમેરી શકાય છે.
નારિયેળ ચટણી બનાવવાની પહેલા ફ્રેશ નારિયેળ ઠંડા પાણીમાં ધોઇ ફ્રિજમાં મૂકો દો. તેનાથી ચટણી ઘટ્ટ અને સફેદ બનશે.
નારિયેળ ચટણી વધુ ટેસ્ટી બનાવવા માટે લસણ અને આદું ઉમેરી શકાય છે.