ઉનાળામાં વરસાદી માહોલ, ઘરે સરળ રીતે બનાવો કેરીના ભજીયા

May 09, 2025, 01:58 PM

ગુજરાતમાં અત્યારે ઉનાળામાં વરસાદી માહોલ છવાયો છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે.

આવા વરસાદી માહોલમાં ભજીયા ખાવાનું દરેકને મન થતું હોય છે. ત્યારે ઉનાળાની કેરી અને વરસાદના ભજીયા એમ બંનેનું કોમ્બિનેશવાળા કેરીના ભજીયા બનાવી શકાય.

કેરીના ભજીયા બનાવવા એકદમ સરળ છે અને ફટાફટ પણ બની જાય છે તો ચાલો નોંધી લો રેસીપી

સામગ્રી

પાકેલી કેરી, લીલા ધાણા, લીલા મરચાં, મીઠું, ગાંઠિયા,ચાટ મસાલો, લીંબુ, કાચી તોતા પુરી કેરી, બેશન, ચોખાનો લોટ, બેકિંગ સોડા, તેલ,

કેરીની ચટણી બનાવાની રીત

પાકેલી કેરીનો પલ્પ કાઢી મીક્સર જારમાં લો, જરૂર પ્રમાણે તેમાં લીલા ધાણા, લીલા મરચા,મીઠું, ચાટ મસાલો, ગાંઠિયા નાંખીને ગ્રાઈન્ડ કરી તો. આમ ચટણી તૈયાર થશે.

ભજીયા માટે કેરી ચીપ્સ તૈયાર કરવી

કાચી તોતા પુરીને ધોઈને લીલી છાલ કાઢીને તેની છીણી વડે ઊભી ચીપ્સ બનાવી દો. ત્યારબાદ તેને એક કપડા વડે કોરી કરી દો.

બેટર તૈયાર કરવું

એક બાઉલમાં જરૂર પ્રમાણે બેશન લો તેમાં બે ચમચી ચોખાનો લોટ નાંખો અને સ્વાદ અનુસાર મીઠું, હળદર અને હીંગ લઈને ધીમે ધીમે પાણી નાંખીને સારી રીતે મીક્સ કરીને ઘટ બેટર તૈયાર કરો.

કેચીના ભજીયા બનાવવાની રીત

કેરીની ચીપ્સ પર કેરીની ચટણી રાખી ઉપર બીજી ચીપ્સ રાખીને સેન્ડવીચ બનાવી દેવી. કેરીની બધી ચીપ્સને આવી જ રીતે સેન્ડવીચ બનાવી રાખવી.

ભજીયા તળવા

એક કઢાઈમાં તેલ લો અને તેને મીડિયમ હાઈ ફ્લેમ પર ગરમ કરો. બીજી તરફ બેટરમાં અડધી ચમચી ખાવાના સોડા અને એક ચમચી ગરમ તેલ નાંખીને મીક્સ કરી દો.

ભજીયા તળવા

હવે તૈયાર કરેલી ચીપ્સને બેટરમાં નાંખી સારી રીતે કવર થાય પછી તેલમાં નાંખીને તળો. હલકો ગુલાબી રંગ આવે ત્યાં સુધી ભજીયા તળતા રહો.

ભજીયા તળવા

આ રીતે તમારા કેરીના ભજીયા તૈયાર થઈ જશે. જેને પ્લેટમાં કાઢી કેરીની ચટણી સાથે સર્વ કરો.