કેરીમાંથી બનાવો ખાટા મીઠા મોમોઝ, બાળકો બહારના ભૂલી જશે!

Apr 30, 2025, 06:40 PM

ઉનાળા (summer) ની ઋતુમાં, જ્યારે તમને કંઈક મસાલેદાર અને અલગ ખાવાનું મન થાય છે, ત્યારે કેરી મોમોઝ એક પરફેક્ટ નાસ્તો બની શકે છે.

મોમોઝ સામાન્ય રીતે શાકભાજી અથવા પનીરથી ભરેલા હોય છે, પરંતુ આ રેસીપીની ખાસ વાત એ છે કે કાચી કેરીનો સ્વાદ અને મોઝેરેલા ચીઝનો ક્રીમી સ્વાદ.

બાળકોને સમર વેકેશન કંઈક નવું ખવડાવું હોઈ તો ઘરે બનાવેલ કેરી અને ચીઝ ક્રીમી મોમોઝ બેસ્ટ છે, અહીં જાણો મેંગો મોમોઝ રેસીપી

મોમોઝ લોટ માટે સામગ્રી

1 કપ મેંદાનો લોટ, મીઠું - સ્વાદ મુજબ, તેલ - 1 ચમચી, પાણી - જરૂરિયાત મુજબ

ભરણ માટે

1/2 કપ કોબીજ, 1/2 કપ ગાજર, 1 ચમચી, લીલા મરચાં, 1 ચમચી છીણેલું આદુ, 1 ચમચી કોથમીર, 2 ચમચી કાચી કેરી, 1/4 કપ મોઝેરેલા ચીઝ, 1/4 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી લીંબુનો રસ, મીઠું - સ્વાદ મુજબ

કેરી મોમોઝ રેસીપી

સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, થોડું મીઠું અને તેલ મિક્સ કરો અને પાણી સાથે નરમ કણક ભેળવો. લોટને ઢાંકીને 20 મિનિટ માટે બાજુ પર રાખો જેથી તે મિક્સ થઇ જાય.

કેરી મોમોઝ રેસીપી

એક મોટા બાઉલમાં, છીણેલી કોબીજ, ગાજર, લીલા મરચાં અને આદુ ઉમેરો. હવે તેમાં છીણેલી કાચી કેરી ઉમેરો અને મિક્સ કરો. તેમાં છીણેલું ચીઝ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

કેરી મોમોઝ રેસીપી

સ્વાદ માટે તમે તેમાં સોયા સોસ, કાળા મરી પાવડર, લીલા ધાણા અને થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો.

કેરી મોમોઝ રેસીપી

કણકના નાના ગોળા બનાવો અને તેને પાતળા પાથરી લો. દરેક કણકમાં થોડું સ્ટફિંગ મૂકો અને તમારી પસંદગી મુજબ મોમોઝનો આકાર આપો, આમ બધા મોમોઝ એ જ રીતે તૈયાર કરો,મધ્યમ તાપ પર લગભગ 20 મિનિટ સુધી બાફવું. જ્યારે મોમોઝનું બફાઈ જાય એટલે તૈયાર છે.

ટેસ્ટી અને સરળ કેસર પિસ્તા આઈસ્ક્રીમ રેસીપી, મહેમાનો ખુશ થઇ જશે