કેરીની ગોટલી ફેકશો નહીં, ઘરે જ બનાવો ટેસ્ટી મુખવાસ

Mar 31, 2025, 07:29 PM

ઉનાળામાં કેરીની સિઝન જોવા મળે છે. કેરીનો મોટાભાગના લોકોને ખૂબ જ પસંદ હોય છે.

કેરીને ખાધા પછી તેની ગોટલી પણ કામમાં આવે છે. આ ગોટલીમાંથી તમે મુખવાસ બનાવી શકો છો.

ગોટલીમાંથી મુખવાસ બનાવવાની રેસીપી અમે અહીં જણાવી રહ્યા છીએ.

ગોટલીનો મુખવાસ બનાવવાની સામગ્રી

કેરીની ગોટલી, ઘી, મીઠું, સંચળ,પાણી

કેરીની ગોટલીમાંથી મુખવાસ બનાવવાની રીત

કેરી ખાઈને જે ગોટલો બચે તેને ફેંકી દેવાના બદલે તેમાંથી અંદર એક ગોટલી નીકળે છે તે કાઢી લો. તેને તડકામાં સૂકવી દો.

આ પછી તેને ક્લિન કરીને અને પાણીથી ધોઈને તેના ચપ્પાથી નાના-નાના કટકા કરી લો.

હવે એક કૂકરમાં ગોટલીના કટકા, પાણી અને મીઠું ઉમેરીને ત્રણ સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

આ પછી ગોટલી બહાર કાઢી લો અને તેને ત્રણ ચાર કલાક સુધી સુકાઇ ના જાય ત્યાં સુધી કોટનના કપડા પર સુકવી દો

હવે એક કડાઈમાં ઘી મુકો અને તેમાં ગોટલીના કટકા નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તે એકદમ કડક થઇ જશે.

હવે નીચે ઉતારી એક પ્લેટમાં કાઢી લો. આ પછી તેમાં સંચર ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.