250 ગ્રામ માવો, 1/2 કપ દળેલી ખાંડ, થોડો ઈલાઈચી પાઉડર, દૂધમાં મિશ્રિત કેસરની થોડી સેર
સૌ પ્રથમ બધી સામગ્રીને સરખા પ્રમાણમાં લઇ લો, હવે એક નોન સ્ટિક પેનમાં માવાને ગરમ કરો તે એકદમ સુકાઈ જાય ત્યાં સુધી સારી રીતે પકાવો.
માવો પરફેક્ટ સુકાઈ જવો જોઈએ અન્યથા તમે મોદકનો આકાર આપી શકશો નહીં. તેથી સારી રીતે કુક કરો.
હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરો અને સારી રીતે મિક્ષ કરો બધું સારી રીતે કુક થઇ જાય એટલે માવો ઠંડો થવા દો.
માવો સહેજ ઠંડો થાય એટલે એમાં દળેલી ખાંડ ઉમેરો,આ મિશ્રણને 15 મિનિટ સુધી રેસ્ટ આપ્યાબાદ મોદકને મોલ્ડ દ્વારા યોગ્ય શેપ આપો અને હવે એટલે વિઘ્નહર્તાના પ્રસાદ માટે કેસર મલાઈ મોદક તૈયાર છે.