125 ગ્રામ પિસ્તા, 200 ગ્રામ માવો, 1 ચમચી ખાંડ
સૌ પ્રથમ એક કડાઈ ગરમ કરો, એમાં માવો નાખીને મિક્ષ કરો અને એમાં થોડી ખાંડ નાખો.
માવો અને ખાંડ નાખ્યા બાદ બધું સારી રીતે મિક્ષ કરો અને કુક થવા દો. તેને સતત હલાવતા રહો.
હવે એક મિક્સર ગ્રાઈન્ડરમાં પિસ્તાનો પાઉડર કરીને તૈયાર કરો અને આ પાઉડરને માવામાં મિક્ષ કરો.
હવે મિક્ષરને એક બાઉલમાં કાઢીને રાખો, અને બધી ખજૂરના બીજ કાઢો.ત્યારબાદ આ ફીલિંગમાંથી ખજૂરનો શેપ આપો અને ખજૂરમાં ફીલ કરો. આમ બધી ખજૂરમાં કરી લો.
બધી ખજૂરમાં હવે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને પિસ્તા ખજૂર રોલ સર્વ કરો.