Khakhra Chaat Recipe : ખાખરામાંથી બનાવો અનોખી ખાખરા ચાટ, 5 મિનિટમાં થઇ જશે તૈયાર, બાળકોને ખુબજ ભાવશે

Jul 11, 2024, 04:24 PM

સવારે નાસ્તો બનાવામાં ટાઈમ લાગે છે, પરંતુ ગૃહિણી પાસે જો ટાઈમનો અભાવ હોય તો બાળકોના નાસ્તમાં આ ટેસ્ટી અને હેલ્ધી ખાખરા ચાટ બનાવી શકાય છે, જાણો અહીં રેસીપી

સામગ્રી

4-5 ખાખરા, 2 ચમચી લીલી ચટણી, 2 ચમચી ટમેટા સોસ, ચપટી ચાટ મસાલો, 1 સમારેલ ડુંગળી, 1 સમારેલ કાકડી, થોડી સમારેલ કોબીજ, 2 કેપ્સિકમ ,1 સમારેલ ટામેટા, થોડું છીણેલું ચીઝ, થોડી ઝીણી સેવ અને ગાર્નિશિંગ માટે કોથમીર

મેથડ

સૌ પ્રથમ મોટા ખાખરા પર ગ્રીન ચટણી અને કેચઅપ લગાવો,ત્યારબાદના લેયરમાં સમારેલ ડુંગળી, કાકડી અને થોડી સમારેલ ઝીણી કોબીજ નાખો.

ખાખરા ચાટ રેસીપી

ત્યારબાદ અન્ય શાકભાજીમાં સમારેલ કેપ્સિકમ, સમારેલ ટામેટા અને થોડું છીણેલું ચીઝ નાખો.

ખાખરા ચાટ રેસીપી

હવે તેના પર ઝીણી સેવથી ગાર્નિશિંગ કરો અને સર્વ કરો. તમે તમારી પસંદના વેજેટેબલ એડ કરી શકો છો.

નોટ : તમે તમારી પસંદ ખાખરામાંથી આ ચાટ બનાવી શકો છો, મગના પાપડની ચાટ પણ આ રીતે બનાવો તો ટેસ્ટી બને છે.

Lemon Rice Recipe : બ્રેકફાસ્ટમાં બનાવો સાઉથ ઇન્ડિયન લેમન રાઈસ, ઝટપટ થઇ જશે તૈયાર