શિયાળામાં ગરમ ગરમ ભજીયા ખાવાની મજા અલગ હોઈ છે, અહીં ખંભાતના ફેમસ અડવીના પાન માંથી ભજીયા બનાવામાં આવે છે. જે ખુબજ ટેસ્ટી બને છે અને સરળતાથી બની જાય છે, જાણો ખરખરીયા રેસીપી
3-4 અડવીના પાન, 1 કપ ચણાનો લોટ, 1/2 કપ ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી હળદર પાઉડર, 1/2 ચમચી અજમો, 1 ચમચી તેલ
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ નાખો, બધું મિક્ષ કરીને એમાં સ્વાદ મુજબ મીઠું નાખો.
એમાં હળદર પાઉડર, અજમો અને થોડું તેલ નાખીને જરૂર મુજબ પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.
હવે તેલ ગરમ થઇ જાય એટલે બેટર નાખો, અને ભજીયાને બન્ને સાઈડ તેલમાં થવા દો, થઇ જાય એટલે એક સર્વિંગ ડીશમાં લઈને ચટણી સાથે સર્વ કરો.