Feb 14, 2025
ખાંડવી એક ગુજરાતી વાનગી છે. જે બાળકો સાથે મોટા લોકોને પણ બહુ ભાવે છે.
ખાંડવીને ઘરે બનાવી ખૂબ જ સરળ છે.અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
ચણાનો લોટ, છાશ, હળદર, મીઠું સ્વાદ મુજબ, ઝીણા સમારેલા આદુ-મરચા, તેલ, રાઈ, હીંગ, તલ, મીઠો લીમડો, કોપરાનું છીણ, ધાણા
ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં ચણાના લોટમાં હળદર, મીઠું, આદુ મરચાની પેસ્ટ સહિતના મસાલા ઉમેરો. તેમાં દહીં અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દો.
આ મિશ્રણને ગળણી દ્વારા ગાળી લો. જેથી તેમાં કોઈ મોટા ગઠ્ઠા રહી ન જાય. ત્યાર બાદ આ મિશ્રણને ધીમા ગેસે ગરમ કરવા મુકો. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો.
મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેને ડીશ પાછળ લગાવીને ચેક કરી લેવુ કે તે સારી રીતે રોલ થાય છે કે નહીં. જયારે રોલ થાય તેવુ ઘટ્ટ થઈ જાય ત્યારે થાળીની પાછળ તેલ લગાવી એકદમ પાતળુ બેટર પાથરી લો.
આ પછી ચપ્પાથી ઊભી પટ્ટીઓ કાપી લેવી. એક-એક પટ્ટીને કિનારીથી આંગળીઓની મદદથી વાળી રોલ કરી દેવા.
આ પછી વઘાર માટે એક તપેલીમાં તેલ લો. તેમાં રાઈ, જીરું, હીંગ , લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખો. આ વઘારને ખાંડવી પર પાથરી દેવું.
આ ખાંડવી પર તલ, ખમણેલુ ટોપરુ અને ધાણા નાખી સર્વ કરો. ખાંડવીને ચટણ સાથે પણ ખાઇ શકો છો.