ખાંડવી રેસીપી, આવી રીતે એકદમ ટેસ્ટી બનશે

Jun 23, 2025, 10:03 PM

ખાંડવી

ખાંડવી એક ગુજરાતી વાનગી છે. આ ટેસ્ટી નાસ્તો મોટાભાગના લોકોને બહુ ભાવે છે.

ઘરે બનાવો

ખાંડવીને ઘરે બનાવી ખૂબ જ સરળ છે.અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

ખાંડવી બનાવવાની સામગ્રી

ચણાનો લોટ, છાશ, હળદર, મીઠું સ્વાદ મુજબ, ઝીણા સમારેલા આદુ-મરચા, તેલ, રાઈ, હીંગ, તલ, મીઠો લીમડો, કોપરાનું છીણ, ધાણા.

ખાંડવી બનાવવાની રીત - સ્ટેપ 1

ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં ચણાના લોટમાં હળદર, મીઠું, આદુ મરચાની પેસ્ટ સહિતના મસાલા ઉમેરો. તેમાં દહીં અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દો.

સ્ટેપ 2

આ મિશ્રણને ગળણી દ્વારા ગાળી લો. જેથી તેમાં કોઈ મોટા ગઠ્ઠા રહી ન જાય. ત્યાર બાદ આ મિશ્રણને ધીમા ગેસે ગરમ કરવા મુકો. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો.

સ્ટેપ 3

મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેને ડીશ પાછળ લગાવીને ચેક કરી લેવુ કે તે સારી રીતે રોલ થાય છે કે નહીં.

સ્ટેપ 4

જયારે રોલ થાય તેવુ ઘટ્ટ થઈ જાય ત્યારે થાળીની પાછળ તેલ લગાવી એકદમ પાતળુ બેટર પાથરી લો.

સ્ટેપ 5

આ પછી ચપ્પાથી ઊભી પટ્ટીઓ કાપી લેવી. એક-એક પટ્ટીને કિનારીથી આંગળીઓની મદદથી વાળી રોલ કરી દેવા.

સ્ટેપ 6

આ પછી વઘાર માટે એક તપેલીમાં તેલ લો. તેમાં રાઈ, જીરું, હીંગ , લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખો. આ વઘારને ખાંડવી પર પાથરી દેવું.

ખાંડવી સર્વ કરો

આ ખાંડવી પર તલ, ખમણેલુ ટોપરુ અને ધાણા નાખી સર્વ કરો. ખાંડવીને ચટણી, સોસ સાથે ખાઇ શકો છો.