Sep 16, 2024
1.5 કપ ઘઉંનો લોટ, સહેજ મીઠું, થોડા સફેદ તલ, 2 ચમચી ઘી, જરૂર મુજબ પાણી, 1 કપ ખાંડ, ઈલાયચી પાઉડર
સૌ પ્રથમ એક મોટા થાળમાં ઘઉંનો લોટ, સહેજ મીઠું, જરૂર મુજબ પાણી, થોડા સફેદ તલ અને ઘી નાખીને પ્રોપર લોટ બાંધો.
હવે લોટને થોડી વાર માટે રેસ્ટ આપો, ત્યારબાદ એક નાની વાટકીમાં ઘી એ ઘઉંનો લોટ લઈને મીઠાઈ માટે કોટિંગ તૈયાર કરો.
થઇ જાય એટલે નાની નાની પુરી વણો એના પર ઘી સાથેનું મિશ્રણ કોટ કરો, પુરીને છરી વડે કટ કરીને ફરી ગોળ કરીને વણો જેથી એમાં લેયર બને. આ રીતે બધી પુરી તૈયાર કરી લો.
એક પેનમાં તેલ ગરમ કરો, એમાં બધી પુરી તળી લો, ત્યારબાદ એક મોટી તપેલીમાં પાણી ગરમ કરી ખાંડ નાખીને ચાસણી તૈયાર કરો. ચાસણી તૈયાર થઇ જાય અને બધી ખસ્તા પુરી તૈયાર થઇ જાય એટલે બધી પુરીને ચાસણીમાં ડૂબાવો.
હવે ખસ્તા મીઠાઈને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને તૈયાર મીઠાઈ સર્વ કરો.