ઢોકળા ગુજરાતની ફેમસ વાનગી છે. તે આસાનીથી તૈયાર થઇ જાય છે.
અમે અહીં ખાટા ઢોકળા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છે. જે એકદમ નરમ અને સ્વાદીષ્ટ બનશે.
ચણા દાળ, ચોખા, આદુ-લસણની પેસ્ટ, ખાટ્ટુ દહીં, બેકિંગ સોડા, હળદર, તેલ, પાણી, મીઠું, રાઈ, જીરુ, ચમચી તલ, લીમડાના પાન.
ચણાની દાળ તથા ચોખાને એક રાત પહેલા 8 થી 9 કલાક પાણીમાં પલાળીને રાખો. સવારે તેને પાણીમાંથી નીતારી અડધો કપ પાણી તથા દહીં સાથે મિક્સરમાં ક્રશ કરી નાખો. આ રીતે ખીરુ તૈયાર જશે.
આ ખીરાને એક વાસણમાં કાઢી તેમાં મીઠું અને હળદર પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને આથો આવે ત્યાં સુધી હૂંફાળી જગ્યાએ 7 થી 8 કલાક માટે રહેવા દો.
ઢોકળા બનાવવાના ઢોકળીયામાં ગ્લાસ પાણી નાખો અને તેને મધ્યમ આંચ પર ગરમ થવા મૂકો. ઢોકળાના ખીરામાં 1 ચમચી તેલ અને મરચાં-આદું-લસણની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરો કરો. આ પછી ઇનો કે બેકિંગ સોડા નાખીને એક બરાબર હલાવી લો.
એક થાળીની સપાટી પર તેલ લગાવી ચીકણી કરી લો. ખીરાને તરત તેલ લગાવેલી થાળીમાં નાખો. તેની ઉપર જીરું અને લાલ મરચું પાઉડર નાખો અને થાળીને ઢોકળીયામાં મૂકો.
તેને 10-15 મિનિટ માટે મધ્યમ આંચ પર વરાળમાં પકાવો. આ પછી ચેક કરો તે થઇ ગયા છે કે નહીં. જો બફાઇ ગયા હોય તો તેને બહાર કાઢી લો અને થોડીવાર માટે ઠંડા થવા દો. આ પછી નાના ચોરસ ટુકડાઓમાં કાપી લો.
આ પછી વઘાર માટે એક કડાઇમાં બે ચમચી તેલ, રાઈ ,જીરુ નાખી વઘાર તતડવા દો. રાઈ-જીરુ તતડે પછી તલ અને મીઠો લીમડો નાખો.
ગેસને બંધ કરીને વઘારને ઢોકળા ઉપર પાથરી દો અને બરાબર મિક્સ કરો. ખાટા ઢોકળાને સર્વિંગ પ્લેટમાં કાઢીને સમારેલા લીલા ધાણાથી સજાવો અને પીરસો.