ખાટી મીઠી આઈસ કેન્ડી બાળકોથી લઈને મોટા બધાને ભાવે છે, ઉનાળાની અસહ્ય ગરમીથી રાહત મેળવવા જો કંઈક કહાવૌ વિચારી રહ્યા હોવ તો ઘરે માત્ર થોડીજ મિનિટમાં બનાવો ખાટી મીઠી આઈસ કેન્ડી, જાણો રેસીપી
ખાટી મીઠી આઈસ કેન્ડી બજાર જેવીજ ઘરે બનાવી શકો છો જેમાં થોડીજ સામગ્રીની જરૂર પડશે અને સરળતાથી બની જશે.
2 કપ કાળી દ્રાક્ષ, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી કાળું મીઠું, 1/4 કપ પાણી
સૌ પ્રથમ કાળી દ્રાક્ષને ધોઈને સાફ કરીને અલગ કરી લો.
હવે મિક્ષર ગ્રાઈન્ડરમાં નાખો એમાં 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરું પાવડર નાખી દો
ત્યારબાદ એમાં 1 ચમચી કાળું મીઠું અથવા બ્લેક સોલ્ટ અને જરૂર મુજબ પાણી ઉમેરો.
હવે મિક્ષર ગ્રાઈન્ડરમાં સારી રીતે બ્લેન્ડ કરી લો અને તેને મિશ્રણને કેન્ડી શેપ્ડ કન્ટેઇનરમાં ભરી દો.
બધા કન્ટેનરમાં ભર્યા બાદ હવે ફ્રિઝરમાં 8- 10 કલાક માટે ફ્રીઝ કરીને રાખો.
થઇ જાય એટલે ખાટી મીઠી આઈસ કેન્ડીને ઠંડી ઠંડી સર્વ કરો. ((Photo Credits | Nikita Mithaiwala। Instagram)