Jun 25, 2025
વરસાદી મોસમમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. લોકો અલગ અલગ પ્રકારના ભજીયા ખાતા હોય છે.
જો તમારા ઘરમાં ખીચડી વધી હોય તો તેમાંથી પણ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ભજીયા બનાવી શકાય છે.
આ ભજીયા બનાવવા માટે માત્ર 10 મિનિટનો જ સમય લાગે છે. અને રેસીપી પણ એકદમ સરળ છે. તો નોંધી લો સરસ રેસીપી.
વધેલી ખીચડી, બેશન, રવો, લીલા મરચા,કેપ્સિકમ, હિંગ, લીલી કોથમિર, હિંગ, મીઠું, આદુ મરચાની પેસ્ટ, બેકિંગ સોડા, લીંબુનો રસ, તેલ તળવા માટે.
ખીચડી ભજીયા તૈયાર કરવા માટે સૌથી પહેલા એક તપેલીમાં એક કપ ઠંડી મોળી ખીચડી, એક કપ બેશન, બે ચમચી ઝીણો રવો લો.
ત્યાર બાદ તેમાં ઝીણા કાપેલા બે નંગ લીલા મરચા, 1/4 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, 1/2 ઝીણાં કાપેલા લીલા ધાણી ઉમેરીશું.
હવે 1/4 ચમચી હીંગ, 1/2 હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, એક ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ નાંખીને સારી રીતે મીક્સ કરીશું.
આ મીક્સમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ઘટ ખીરું તૈયાર કરીશું. ત્યારબાદ તેમાં ચપટી બેકિંગ સોડા અને તેના ઉપર લીંબુનો રસ નાંખીને સારી રીતે હલાવી દઈશું.
હવે એક કઢાઈમાં તેલ ગરમ થાય ત્યારે તેમાં ખીરામાંથી ભજીયા પાડીશું. અને બહારથી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળીશું.
આમ ખીચડીના ભજીયા તૈયાર થશે. જેને તળેલા લીલા મરચા અને કાંદા સાથે ખાઈ શકાય છે. ચટણી પણ સારો ઓપ્શન છે.