હોટલમાં કે લગ્નમાં કોઇ શાક ખાઇએ છીએ ત્યારે તે ઘણું જ સ્વાદીષ્ટ લાગે છે. તે શાકમાં ગરમ મસાલા નાખતા હોય છે.
તમે ઘરે પણ આવું જ ટેસ્ટી શાક બનાવી શકો છો. અમે શાકમાં નાખવામાં આવતા ગરમ મસાલા બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.
આખા કાશ્મીરી લાલ મરચાં, આખા લાલ મરચાં, કસૂરી મેથી, હળદર પાઉડર, સુકો કેરી પાઉડર, બ્લેક નમક, સેંધાલુણ મીઠું, ધાણાના બીજ, જીરું, વરિયાળી, શાહી જીરુ, કાળા મરી, લવિંગ, એલાઇચી, મેથીના દાણા, તમાલ પત્ર
આ મસાલા બનાવવા માટે સૌપ્રથમ એક પેન ગરમ કરો અને પછી ધાણા, જીરું, વરિયાળી, શાહી જીરું, કાળા મરી, લવિંગ, કાળી એલચી, લીલી એલચી અને મેથીના દાણાને 10 મિનિટ સુધી સારી રીતે શેકો.
આ પછી તમાલપત્ર, આખા કાશ્મીરી લાલ મરચાં અને તીખા આખા લાલ મરચાં અને પછી કસૂરી મેથી પણ શેકો.
જ્યારે બધી વસ્તુઓ શેકાઈ જાય ત્યારે આખા લાલ મરચાંમાંથી દાંડી કાઢી લો અને પછી બધી શેકેલી વસ્તુઓને બ્લેન્ડરમાં નાખો.
હવે તેમાં હળદર પાવડર, સૂકી કેરી પાવડર, બ્લેક નમક અને સેંધાલુણ મીઠું ઉમેરો. સારી રીતે પીસીને પાવડર બનાવો. આ રીતે તમારો ટેસ્ટી ગરમ મસાલો તૈયાર થઇ જશે.
પછી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો. તમે જ્યારે ગમે તે શાક બનાવો તેમાં નાખી શકો છો. શાકનો સ્વાદ એકદમ ટેસ્ટી આવશે.