Kitchen Tips: રીંગણમાં ઇયળ છે કે નહીં? ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો

Dec 11, 2024, 12:27 PM

રીંગણ

રીંગણ માંથી સ્વાદિષ્ટ ઓળો ભડથું બનાવવામાં આવે છે. બજારમા વિવિધ નાના અને મોટા આકારના રીંગણ મળે છે.

રીંગણ ખાવા લાયક છે કે નહીં?

રીંગણ ખરીદતી વખતે બહું કાળજી રાખવી જોઇએ. ઘણી વખત રીંગણ માંથી વધારે બીયાં કે ઇયળ નીકળે છે, જેના લીધે રીંગણ ફેંકી દેવા પડે છે. જાણો રીંગણ ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું

રીંગણ ખાવાના ફાયદા

રીંગણ ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે. રીંગણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાયબર, કોપર, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો હોય છે. તેમા ઓછી કેલેરી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. રીંગણ ખાવાથી પેટ ભરેલું હોય છે અને ભૂખ ઓછી લાગે છે.

રીંગણ ખરીદવાની ટીપ્સ

રીંગણ પર કાણા કે કાળા ડાઘ હોય તેવા રીંગણ ખરીદવા નથી. કાણા વાળા રીંગણમાં ઇયળ અને જીવાત હોઇ શકે છે. કરમાયેલા રીંગણ ખરીદવા નહીં.

રીંગણ ખરીદવાની ટીપ્સ

રીંગણ ખરીદતી વખતે હાથમાં લઇ દબાવો. જો દબાવતી વખતે રીંગણ થોડુંક નરમ લાગે તો તેમા બીજ નથી. જો દબાવતી વખતે અંદર ન જાય તો તેવા રીંગણમાં વધારે બીયાં હોઇ શકે છે.

રીંગણ ખરીદવાની ટીપ્સ

રીંગણ ખરીદવતી વખતે તેના ડીંટિયા ધ્યાનથી જુઓ. જો ડીંટિયાની આસપાસ કાળા દેખાય તો તેવા રીંગણ ખરીદવા નહીં. આવા રીંગણમાં ઇયળ નીકળે શકે છે.

રીંગણ ખરીદવાની ટીપ્સ

હંમેશા લીલા ડીંટિયા વાળા જ રીંગણ ખરીદવા જોઇએ. તાજા રીંગણના ડીંટિયા લીલા હોય છે. જો ડીંટિયા કાળા હોય તો સમજી જવું કે રીંગણ વાસી છે.

રીંગણ ની વાનગી રેસીપી

રીંગણ માંથી વિવિધ પ્રકારની સબ્જી બને છે. રીંગણ માંથી ભરેલા રીંગણ, ભડથું, ઉંધીયું જેવી સ્વાદિષ્ટ વાનગી બને છે.