kitchen tips : ઉનાળામાં નવું માટલું વાપરતા પહેલા ધોવાની આ છે સાચી રીત, સ્ટેપ બાય સ્ટેપ સમજો

Apr 11, 2025, 10:52 AM

ઉનાળો શરૂ થયો છે અને કાળઝાળ ગરમીમાં પાણી પણ વધારે પીવાય છે. જોકે, લોકોના ઘરોમાં નવા માટલા પણ આવી ગયા હશે.

સામાન્ય રીતે ઘરમાં નવું માટલું આવે ત્યારે તેને સાદા પાણીથી ધોણીને સીધું ઉપયોગમાં લેવા લાગીએ છીએ.

પરંતુ માટલાને વાપરતા પહેલા ધોવાની એક સાચી રીત છે. જેનાથી પાણી બરફ જેવું રહેશે અને માટલાની લાઇફ પણ વધી જશે.

પહેલું સ્ટેપ

નવા માટલાને સાદા પાણીથી અંદર બહાર ધોઈ દો. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે માટલાની અંદર હાથ નાખવાનો નથી.

બીજું સ્ટેપ

ત્યાર બાદ માટલા કરતા મોટી ડોલ કે ડબ લો તેમાં માટલું રાખો અને ઉપરથી પાણી નાંખો. માટલું આખું ડુબી જાય ત્યાં સુધી પાણી ભરી દો.

ત્રીજું સ્ટેપ

હવે આ ડોલ કે ડબને 24 કલાક સુધી મુકી રાખો. જેના કારણે માટલાની અંદરની ગંદકી બહાર નીકળી જશે અને પાણીના નાના છીદ્રો ખુલી જશે.

ચોથું સ્ટેપ

24 કલાક બાદ માટલાને ટબમાંથી બહાર કાઢો અને અંદરનું પાણી ટબમાં નાંખો, ટબનું પાણી તમે ઘરમાં રાખેલા પ્લાન્ટમાં નાંખી શકો છો.

પાંચમું સ્ટેપ

હવે એક નવું સ્ક્રબ લો તેના ઉપર મીઠું નાંખો, અને માટલાની અંદર પણ થોડું મીઠું નાખો. સ્ક્રબ વડે મીઠાથી માટલાનો બહારનો ભાગ સ્ક્રબ કરો

છઠ્ઠું સ્ટેપ

ત્યાર બાદ માટલાને અંદર અને બહારથી સાદા પાણીથી ધોઈ દો. ધોતા સમયે ધ્યાન રાખવાનું છે કે માટલાની અંદર હાથ નાંખવાનો નથી.

સાતમું સ્ટેપ

સારી રીતે માટલું ધોવાઈ જાય ત્યારે આ માટલું ઉપયોગમાં લેવા માટે તૈયાર છે. હવે માટલામાં પીવા માટે પાણી ભરી શકાય છે.